<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

રાજકોટ લોહાણા મહાજન દ્વારા સિનિયર સિટીઝનો માટે યાદગાર સોમનાથ- વિરપુર યાત્રા સંપન્ન

પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે પૂણ્‍યનું ભાથુ બાંધતા વડીલો : * ૮ બસ તથા મોટરકાર સાથે પાંચસો વડીલોએ સોમનાથ દાદા અને જલારામબાપાના દર્શન કરી ધન્‍યતા અનુભવીઃ પ્રસાદ ગ્રહણ કરી સંતોષનો ઓડકાર ખાધોઃ રસ્‍તામાં પણ ચા-પાણી- નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરવામાં આવી * આ અનોખા સેવાયજ્ઞમાં વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ દિપકભાઇ કક્કડ અને તેની ટીમ રઘુવંશી અગ્રણી જયકરભાઇ ચોટાઇ, સોમનાથ ટ્રસ્‍ટના વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથ ખાતે કાબિલેદાદ વ્‍યવસ્‍થા કરવામાં આવીઃ ગીર સોમનાથ જીલ્લાના પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ વડીલોને રૂબરૂ મળી આવકાર્યાઃ વડીલો ગદ્દગદ્દ થયા * વિરપુર ખાતે પૂ.જલારામબાપાના દર્શન અને પ્રસાદ માટે જલારામ મંદિરના ટ્રસ્‍ટી ભરતભાઇ ચાંદ્રાણીનો અનન્‍ય સહયોગ પ્રાપ્‍ત થયો * રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળને પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે ઇશ્વર તેમજ વડીલોના આર્શીવાદ પ્રાપ્‍ત થયા.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે રઘુવંશી સિનિયર સિટીઝનો માટે યોજાયેલ સોમનાથ- વિરપુર યાત્રાની બસને પ્રસ્‍થાન કરાવતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, અકિલા પરિવારના શ્રી જગદિશભાઇ ગણાત્રા, મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, અગ્રણી શ્રી ભૂપેન્‍દ્રભાઇ કોટક તસ્‍વીરમાં નજરે પડે છે. સોમનાથ ખાતે વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી દિપકભાઇ કક્કડ, ઉપપ્રમુખ શ્રી રમેશભાઇ ભૂપ્‍તા, ઘી વાલા મેમોરીયલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી જયકરભાઇ ચોટાઇ સહિતના મહાનુભાવોએ રાજકોટના રઘુવંશી વડીલોને ઢોલ- શરણાઇ સાથે ભાવપૂર્વક આવકાર્યા હતા જે દ્રશ્‍યમાન થાય છે. ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા શ્રી જયદિપસિંહ જાડેજાએ પણ સマદય રઘુવંશી સિનિયર સિટીઝનોને આવકાર્યા હતા. રાજકોટ તથા વેરાવળ લોહાણા મહાજન અને હાજર રહેલ મહાનુભાવો દ્વારા જીલ્લા પોલીસ વડાશ્રી જયદિપસિંહ જાડેજાનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે. પાંચસો જેટલા સિનિયર સિટીઝનો પવિત્ર- ધાર્મિક યાત્રામાં જોડાયા હતા

 

રાજકોટ તા. ૧૦ :.. હાલમાં પવિત્ર પુરૂષોતમ માસ ચાલી રહ્યો છે ત્‍યારે વિશ્વતા સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા અંદાજે પ૦૦ જેટલા સિનિયર સિટીઝનોને સોમનાથ-વિરપુરની યાદગાર યાત્રા કરાવવામાં આવી  હતી, જેમાં તમામ વડીલોએ સોમનાથ દાદા તથા પૂ. જલારામબાપાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. સાથે સાથે બંને ધાર્મિક-પવિત્ર સ્‍થળ ઉપર પ્રસાદ ગ્રહણ કરીને સંતોષનો ઓડકાર ખાઇ પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યું હતું.

અકિલા પરિવારના મોભી,  જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા (શ્રી કિરીટકાકા) ની પ્રેરણા અને તેઓના આશીર્વાદ સાથે યોજાયેલ પવિત્ર-ધાર્મિક યાત્રામાં ૮ બસ તથા મોટરકાર સાથે અંદાજે પાંચસો રઘુવંશી વડીલોએ પવિત્ર પુરૂષોતમ માસમાં દેવ દર્શનનો લ્‍હાવો મેળવ્‍યો હતો. આવક-જાવક દરમ્‍યાન રસ્‍તામાં પણ રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ  ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ દ્વારા હોલ્‍ટ સાથે ચા-પાણી-નાસ્‍તાની સુપેરે વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

આ અનોખા સેવાયજ્ઞમાં વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી દિપકભાઇ કકકડ, લોહાણા અગ્રણી અને ઘીવાલા મેમોરીયલ ટ્રસ્‍ટ વેરાવળના ચેરમેનશ્રી જયકરભાઇ ચોટાઇ, સોમનાથ ટ્રસ્‍ટના મેનેજર વિજયસિંહ ચાવડા તથા તેની સમગ્ર ટીમ દ્વારા સોમનાથ મંદિર પરિસર ખાતે કાબિલેદાદ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. વડીલોને ઢોલ નગારા-શરણાઇ સાથે સ્‍વાગત કરી મંદિરના ગેઇટ સુધી બેટરી ઓપરેટેડ  વાહનો દ્વારા લઇ જવામાં આવ્‍યા હતાં. વડીલોને પૂરતા માન-સન્‍માન સાથે સોમનાથ દાદાના દિવ્‍ય દર્શન કરાવવામાં આવ્‍યા હતા. તમામને સ્‍મૃતિ ચિન્‍હ ભેટ આપવામાં આવ્‍યા હતાં.

ગીર સોમનાથ જીલ્લાના પોલીસ વડાશ્રી જયદિપસિંહ જાડેજાએ પણ વડીલોને રૂબરૂ મળી ભાવપૂર્વક આવકાર્ય હતા. જીલ્લા પોલીસ વડા શ્રી જયદિપસિંહ જાડેજા દ્વારા અપાયેલ ઉષ્‍માનભર્યા આવકારથી રાજકોટના રઘુવંશી વડીલો રીતસર ગદ્‌્‌ગદિ્‌્‌ત થઇ ગયા હતાં. અકિલા પરિવારના શ્રી જગદિશભાઇ ગણાત્રા, રાજકોટ લોહાણા મહાજનના  મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, વેરાવળના મહાજન પ્રમુખશ્રી દિપકભાઇ કકકડ, રઘુવંશી અગ્રણી શ્રી જયકરભાઇ ચોટાઇ સહિતના મહાનુભાવોએ જીલ્લા પોલીસ વડા શ્રી જયદિપસિંહ જાડેજાનું સન્‍માન પણ કર્યુ હતું.

સન્‍માન તેમજ સમગ્ર વ્‍યવસ્‍થા દરમ્‍યાન વેરાવળ લોહાણા મહાજન ઉપપ્રમુખશ્રી રમેશભાઇ ભુપ્‍તા, વેરાવળ લોહાણા મહાજનના કારોબારી સભ્‍યો ચિરાગભાઇ કકકડ, બિપીનભાઇ તન્‍ના, ઉષાબેન શીંગાળા, કાછેલાભાઇ, રાજકોટના લોહાણા અગ્રણીઓ શ્રી ભૂપેન્‍દ્રભાઇ કોટક, શ્રીમતિ જયોતિબેન જગદિશભાઇ ગણાત્રા, શ્રીમતિ ભાવનાબેન રાજુભાઇ શીંગાળા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. સોમનાથ ટ્રસ્‍ટ તથા ઉમિયાધામ ટ્રસ્‍ટનો પણ અવિસ્‍મરણીય સહયોગ પ્રાપ્ત થયો હતો.

વિરપુર ખાતે પૂ. જલારામબાપાના દર્શનથી લઇ પવિત્ર-સ્‍વાદિષ્‍ટ પ્રસાદની સુપેરે વ્‍યવસ્‍થામાં વિરપુર જલારામ મંદિરના ટ્રસ્‍ટી શ્રી ભરતભાઇ ચાંદ્રાણી (રાજકોટ) નો અનન્‍ય સહયોગ મળ્‍યો હતો.

રાજકોટના રઘુવંશી વડીલો માટે યોજાયેલ અલૌકીક-ર્ધાકિ યાત્રાને સફળ બનાવવા મામટે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા (શ્રી કિરીટકાકા) ના માર્ગદર્શન અને આશીર્વાદ સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, હિરેનભાઇ ખખ્‍ખર, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

(10:30 AM IST)