તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
નવા મહિકા નજીક કારની ઠોકરે ટુવ્હીલર ચડી જતાં કોઠી ગામના કેશુભાઇનું મોત
પાંસઠ વર્ષના વૃધ્ધે રાજકોટમાં દમ તોડતાં બાંભણીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૦: વાંકાનેરના નવા મહિકા પાસે કારની ઠોકરે ટુવ્હીલર ચડી જતાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. વાંકાનેરના કોઠી ગામના વૃધ્ધ ટુવ્હીલર સહિત ફંગોળાઇ જતાં તેમનું મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના કોઠી ગામે રહેતાં કેશુભાઇ ખીમાભાઇ બાંભણીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ ગઇકાલે સાંજે પોતાનું મોટરસાઇકલ હંકારીને જતાં હતાં ત્યારે નવા મહિકા ગામ પાસે પહોંચતા એક કારની ઠોકરે ચડી જતાં વાહન સહિત રોડ પર ફેંકાઇ ગયા હતાં. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. મોભીના મોતથી બાંભણીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પોલીસે કારચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.
(10:43 AM IST)










