News of Wednesday, 10th June 2026
ગોંડલ સહિત ૧ર રાજયના સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના બે સગા ભાઇ પકડાયા

રાજકોટ તા. ૧૦ઃ ગોîડલ સહિત ૧ર રાજયના સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના બે સગા ભાઇને રૂરલ ઍલસીબીઍ ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા-ફરતા આરોપીઅોને પકડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ ઍલસીબીઍ (૧) ગોîડલ તાલુકા પો. સ્ટે. તથા (ર) ગોરખપુર (ઉત્તર પ્રદેશ) સાઇબર ક્રાઇમ પો. સ્ટે.ના આઇ.ટી. ઍકટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુન્હોમાં આરોપી (૧) ભરત અરજણદાસ રાવતાણી ઉ.વ. ૪પ તથા (ર) જીતેન્દ્ર અરજણદાસ રાવતાણી ઉ.વ. ૪૪ રહે. બન્ને રેલનગર કુંજ રોડ માતૃ મેરીગોલ્ડ ઍપાર્ટમેન્ટ બીજા માળ સી-ર૦૧ રાજકોટ વાળાઅો પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય જેથી મજકુર આરોપીઅો વિશે બાતમીદારો મારફતે સચોટ હકીકત મેળવી મજકુર બંન્ને આરોપીઅોને ભરૂડી ટોલનાકા પાસેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગોîડલ તાલુકા પો. સ્ટે. ખાતે સોîપવામાં આવેલ છે.
પકડાયેલ બંન્ને ભાઇઅો ભરત અરજણદાસ રાવતાણી તથા જીતેન્દ્ર અલગ-અલગ ૧ર રાજયના સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ કાર્યવાહી ઍલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પી.આઇ. જે. પી. રાવ, પીઍસઆઇ કે. ઍમ. ચાવડા, પીઍસઆઇ ઍચ. સી. ગોહિલ, પીઍસઆઇ આર. વી. માણી, પીઍસઆઇ પી. ને. ભરવાડ તથા ઍઍસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, હે.કો. શીવરાજભાઇ ખાચર, હે.કો. છત્રપાલસિંહ જાડેજા, હે.કો. પ્રતાપસિંહ સોલંકી, હે.કો. હિતેષભાઇ હમીરપરા, પો.કો. મહેન્દ્રસિંહ સોલંકી તથા પી.કો. કિશોરભાઇ કુગરીયા સહિતના સ્ટાફે કરી હતી. (૭.ર૮)
(3:47 PM IST)










