તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
ભાજપ લીગલ સેલ દ્વારા રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં ચુંટાયેલ નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવાઈ

રાજકોટ, તા.૧૦: તાજેતરમાં રાજકોટ મહાનગર પાલીકાના વિવિધ પદ પર નીયુકતી કરવામાં આવી તે તમામ પદાધીકારીઓ મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતાશ્રી તથા દંડકશ્રીની રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દવારા શુભેચ્છા મુલાકાત લેવામા આવી હતી.
રાજકોટ મહાનગર પાલીકાની થોડા દિવસો પૂર્વે યોજાયેલ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ભવ્યાતી ભવ્ય વીજય મેળવી રાજકોટ મહાનગર પાલીકા પર પોતાનુ લોકાભીમુખ શાસન જાળવી રાખેલ છે ત્યારબાદ હાલમાં જ મહાનગર પાલીકાના નવનીયુકત પદાધીકારીઓ તરીકે વરણી કરવામાં આવી હતી જેમાં મેયરશ્રી તરીકે ડો.નેહલભાઈ શુકલ કે જેઓ એક એડવોકેટ પણ છે, ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી તરીકે પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા તરીકે શ્રી હિરેનભાઈ ખીમાણીયા તથા દંડકશ્રી સંજયસીહ રાણાની નીમણુક કરવામાં આવી. આ તમામ પદાધીકારીઓને રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના કન્વીનર સીનીયર એડવોકેટશ્રી પીયુષભાઈ શાહ, સહકન્વીનરશ્રી કમલેશભાઈ ડોડીયાની આગેવાની હેઠળ સમગ્ર લીગલ સેલના તમામ હોદેદારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ તકે તમામ નવનીયુક્ત પદાઘીકારીઓ એ ભાજપ લીગલ સેલ દવારા રાજકોટ મહાનગર પાલીકાની ચુંટણી સમયે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની કપરી કામગીરી સુપેરે બજાવીને કોઈપણ ક્ષતી વગરે જે રીતે કાર્યવાહી હાથ ધરી હતી તેને ખુબજ બીરદાવવામાં આવી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના કન્વીનર સીનીયર એડવોકેટ પીયુષભાઈ શાહ, સહકન્વીનર કમલેશભાઈ ડોડીયા, નવનીયુક્ત કોર્પોરેટર રક્ષીતભાઈ કલોલા, સરકારી વકિલ, અનીલભાઈ ગોગીયા, આબીદભાઈ સોશન, મુકેશભાઈ પીપળીયા, દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્વામી, દિલસુખભાઈ રાઠોડ, અજયભાઈ જોષી, પ્રશાંત લાઠીગ્રા, અભીષેક શુકલ, સાગર હપાણી, નળપેન ભાવસાર, પાર્થરાજસીહ ઝાલા, વારીસ જુણેજા, આનંદ પરમાર, યશ ચોલેરા, નિશાંત જોષી, હુસેન હેરંજા, જયસુખ બારોટ, પારસ શેઠ, રાજેશ ચાવડા, જીતેશ રાઠોડ, જેન્સીલ પરસોંડા, પાર્થ સંધાણી, હીરેન ડોબરીયા, પ્રશાંત રૂપારેલીયા, ધવલ પડીયા, રવીરાજસીહ વાળા, આનંદ સદાવ્રતી, અંકિત જાવીયા, હીરલબેન જોષી, દીપાબેન ઠકરાર, રૂચાબેન નીમ્બાર્ક હાજર રહેલ હતા.
(2:17 PM IST)










