<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

આજની ઘડી તે રળિયામણી : વિરાટ વ્‍યક્‍તિત્‍વ નરેન્‍દ્રભાઈ મોદી

જનાદેશ દ્વારા વડાપ્રધાન તરીકે સતત સૌથી વધુ દિવસ શાસન કરવાનો ઇતિહાસ રચ્‍યો : રાજુભાઈ ધ્રુવ નરેન્‍દ્રભાઈ મોદીને ભારત દેશના ઇતિહાસમાં સતત સૌથી વધુ સમય સુધી સેવા આપનારા લોકતાંત્રિક રીતે ‘ચૂંટાયેલા' વડાપ્રધાન બનવા બદલ કોટી કોટી અભિનંદન સતત ૧૩ વર્ષ મુખ્‍યમંત્રી અને ૧૨ વર્ષ પ્રજાવત્‍સલ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૫ વર્ષ પોતાના શાસન દરમિયાન અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર વિશ્વના એકમાત્ર નેતા

રાજકોટ : દેશના ૧૪૦ કરોડ લોકોના હ્રદય સિંહાસન ઉપર રાજ કરી રહેલા ગુજરાતના સપૂત અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રશાસક નેતા અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી આજે ૧૦મી જુને  લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર દ્વારા ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન  બન્‍યા છે ત્‍યારે તેમને કોટી કોટી અભિનંદન અને શુભેચ્‍છા પાઠવતા પ્રદેશ ભાજપના કારોબારી સભ્‍ય રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં કહ્યુ છે કે, ભારતના રાજકીય ઇતિહાસમાં ૧૦ જૂનનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ લોકસભાની ચૂંટણીમાં પ્રજાનો સ્‍પષ્ટ જનાદેશ મેળવી  જવાહરલાલ નેહરુના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે કાર્યકાળનો રેકોર્ડ પણ તોડ્‍યો છે. આમ, આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે.

રાજુભાઈ ધ્રુવે એક યાદીમાં જણાવ્‍યું  છે કે, ભાજપને લોકસભામાં પહેલી વાર બહુમતી અપાવ્‍યા બાદ  નરેન્‍દ્રભાઈ મોદીએ  ૨૬  મે ૨૦૧૪ ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા અને ત્‍યારથી આજના દિવસ સુધી સતત ૪૩૯૯  દિવસ સેવા આપી છે, જે પૂર્વ વડાપ્રધાન નેહરુજીના ૪૩૯૮  દિવસને વટાવી ગઈ છે. જો કે, જવાહરલાલ નેહરુ ૧૯૪૭ માં કોઈપણ ચૂંટણી વિના નિયુક્‍ત થઈ વડાપ્રધાન  બન્‍યા હતા.

રાજુભાઈએ વધુમાં કહ્યુ  છે કે, ૧૩ વર્ષ ગુજરાતનાં મુખ્‍યમંત્રી તરીકે અને ૧૨ વર્ષ વડાપ્રધાન તરીકે એમ સતત ૨૫ વર્ષ સુધી દેશના કરોડો લોકો  તરફથી મળેલો અવિરત સ્‍નેહ અને સમર્થન એ વૈશ્વિક લોકશાહીના ઇતિહાસમાં એક વિરલ ઘટના છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની છેલ્લા અઢી દાયકાની આ રાજકીય કારકિર્દી માત્ર શાસનના આંકડા નથી, પરંતુ કરોડો ભારતીયોના અતૂટ વિશ્વાસ અને આશીર્વાદની મૂડી છે. ખુદ વડાપ્રધાને પોતાના સંબોધનમાં ૧૬ મે ૨૦૧૪ના દિવસને ભારતના લોકતાંત્રિક ઇતિહાસનો એક અત્‍યંત ખાસ અને ઐતિહાસિક દિવસ ગણાવ્‍યો છે. આ એ દિવસ હતો જ્‍યારે લોકસભા ચૂંટણીના પરિણામોએ દાયકાઓ પછી દેશમાં પૂર્ણ બહુમતી ધરાવતી એક સ્‍થિર સરકારની સ્‍થાપના કરી, અને આ જ સ્‍થિરતા આજે ભારતના સર્વાંગી વિકાસનું એન્‍જિન બની છે.

સતત ચાર વખત ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે અને ત્રણવાર ભારતના વડાપ્રધાનનો કાર્યભાર વહન કરનારા નરેન્‍દ્ર મોદીએ ૨૫ વર્ષ રાજ્‍યપ્રદેશની અવિરત સેવા કરી છે, જે અત્‍યાર સુધીમાં કોઈ એક મુખ્‍યમંત્રી- વડાપ્રધાનનો સતત અને સૌથી દીર્ઘકાલીન કાર્યકાળ છે. એક સ્‍થાયી શાસન અને મક્કમ રાજકીય ઇચ્‍છાશક્‍તિ દ્વારા પ્રદેશનો કેવો કલ્‍પનાતીત અને અભૂતપૂર્વ વિકાસ સાધી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દેશ અને દુનિયા સમક્ષ સ્‍થાપિત કર્યું છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રથમવાર ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા એ ઐતિહાસિક ઘટનાને  ૧૨ વર્ષ પૂર્ણ થયાં છે, અને ‘વિકસિત ભારત @૨૦૪૭'ના ભવ્‍ય વિઝન સાથે તેઓ દેશના વડાપ્રધાન તરીકે ભારતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં તેઓ આજે સૌથી લોકપ્રિય નેતાની ઓળખ ધરાવે છે.

નરેન્‍દ્રભાઈ મોદીની રાજકીય સફર એ માત્ર સત્તા ભોગવવાનો સમયગાળો નથી, પરંતુ એક સામાન્‍ય પરિવારના નાગરિકમાંથી વૈશ્વિક નેતા બનવાની અને રાષ્‍ટ્ર નિર્માણ કાજે પોતાનું જીવન સમર્પિત કરવાની પ્રેરણાદાયી જીવનગાથા છે.

તેમણે ઉમેર્યું  છે કે, નરેન્‍દ્રભાઈ  મોદીએ  પ્રથમ વખત વડાપ્રધાન પદનાં  શપથ લીધા હતા. તેમના વડાપ્રધાન બન્‍યાના થોડા મહિના પછી નરેન્‍દ્ર મોદીએ જન ધન યોજના શરૂ કરી હતી. જેમાં ઝીરો બેલેન્‍સથી બેંક ખાતું ખોલવામાં આવ્‍યું હતું. આ પછી પીએમ તરીકે મોદીએ મેક ઇન ઇન્‍ડિયા, આત્‍મનિર્ભર ભારત અને GST જેવા મહત્‍વપૂર્ણ સુધારાઓને લાગુ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

નરેન્‍દ્રભાઈ  મોદી વડાપ્રધાન બન્‍યા પછી ભારત વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પેમેન્‍ટ ઇકોસિસ્‍ટમ બની ગયું છે. યુનિફાઈડ પેમેન્‍ટ ઈન્‍ટરફેસની રજૂઆતથી શેરી વિક્રેતાઓથી લઈને મોટા શોરૂમ સુધી દેશના દરેક ખૂણે કેશલેસ વ્‍યવહારો સુલભ બન્‍યા છે. લગભગ ૧.૪૬ લાખ કિલોમીટરના રાષ્‍ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. રેલ્‍વેનું મોટા પાયે વીજળીકરણ થયું અને વંદે ભારત એક્‍સપ્રેસ જેવી આધુનિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. શ્‍ઝખ્‍ફ યોજના હેઠળ ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં નવા એરપોર્ટનો ઝડપી વિકાસ ચાલુ છે.

ઓગસ્‍ટ ૨૦૧૯ માં કેન્‍દ્ર  સરકારે એક ઐતિહાસિક અને  રાજકીય નિર્ણય લીધો અને જમ્‍મુ અને કાશ્‍મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫A નાબૂદ કર્યો. આ પગલાથી જમ્‍મુ-કાશ્‍મીર અને લદ્દાખ સંપૂર્ણપણે ભારતીય બંધારણ હેઠળ આવી ગયા. જેના કારણે ત્‍યાં વિકાસ થઈ રહ્યો છે. જમ્‍મુ અને કાશ્‍મીરને કેન્‍દ્રીય કાયદાઓનો લાભ મળી રહ્યો છે અને સુરક્ષા વ્‍યવસ્‍થામાં મોટા સુધારા કરવામાં આવી રહ્યા છે.અયોધ્‍યા માં રામમંદિર બનાવી  માં ભગવાન રામ ની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાર્ય પૂર્ણ કર્યું.ભારતીય લોકશાહીના સર્જનકર્તા,શિલ્‍પી અને પિતા સમાન મહાન સરદાર વલ્લભભાઈપટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરી રાષ્‍ટ્ર નિર્માતા ભારત રત્‍ન સરદારસાહેબ ને સાચી અંજલિ આપી દેશ નું ગૌરવ વધાર્યું.૧૪૦ કરોડ ની વિવિધ ભાષા સાંસ્‍કળતિક પરંપરાઓ અને અલગ અલગ ધર્મ માં માનતી વિશાળ ભૌગોલીક વિસ્‍તાર માં વસ્‍તી પ્રજાનું સ્‍થિર અને શક્‍તિશાળી શાસન આપી સખત મહેનત અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા નેતળત્‍વ કરી રહ્યા છે તે ધન્‍યવાદને પાત્ર છે.

આયુષ્‍માન ભારત યોજના ગરીબ પરિવારોને ગંભીર રોગોની સારવારના ખર્ચમાંથી બચાવવા માટે શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત દેશના કરોડો ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારોને દર વર્ષે ૫ લાખ રૂપિયા સુધીની મફત કેશલેસ સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત ડિજિટલ હેલ્‍થ મિશન અને ટેલિમેડિસિન (ઈ-સંજીવની)નું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે. રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્‍યું છે કે, વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીએ લીધેલા પગલાં અને વિકાસલક્ષી કાર્યોને લીધે આજે ભારતનું નામ વિશ્વભરમાં માનપૂર્વક લેવાય છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશને સ્‍થિર, સલામત અને સુશાસન આપ્‍યુ છે તે બદલ કરોડો ભારતીયો તેમના ઋણી રહેશે

(2:53 PM IST)