તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
વિકાસના ‘ધુબાકા' કરાવજો : તરવૈયાઓના સંગઠનની નવા પદાધિકારીઓને શુભેચ્છા
રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એશો. દ્વારા મેયર ટીમનું સન્માન

રાજકોટઃ તા.૧૦, મહાનગર પાલિકાના મેયર શ્રી નેહલભાઇ શુકલ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન શ્રી પરેશભાઇ પીપળીયા, શાસક પક્ષના નેતા શ્રી હિરેનભાઇ ખીમાણીયા તેમજ દંડક શ્રી સંજયસિંહ રાણાની વરણી થવા બદલ રાજકોટ ડિસ્ટ્રિકટ સિમિંગ એસોસિએશન દ્વારા શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
એશો.એ જણાવેલ કે, રાજકોટ શહેરને વધુ વિકસિત અને સ્માર્ટ સિટી બનાવવાના ઉચ્ચ વિચારો ધરાવતું સુંદર અને ખમીરવંતુ યુવા નેતૃત્વ સાંપડયું છે, જે શહેર માટે ગૌરવની વાત છે. રાજકોટની જનતાની સેવા કરવા માટે પક્ષ દ્વારા આપના પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તે ખરેખર ગૌરવપૂર્ણ છે. બહોળો અનુભવ, કાર્યકુશળતા અને જનહિતની ભાવનાના કારણે રાજકોટ શહેર વિકાસના નવા શિખરો સર કરશે.
આ અવસરે શુભકામનાઓ પાઠવવા માટે રાજકોટ ડિસ્ટ્રિકટ સ્વિમિંગ એસોસિએશનના પ્રમુખ અને રાજયના માજી રમત-ગમ અને બંદર મંત્રી શ્રી ઉમેશ રાજયગુરૂ, સેક્રેટરી અને સ્વિમિંગ કોચ શ્રી બંકિમભાઇ જોશી, રાજકોટના ભૂતપૂર્વ રણજીત ટ્રોફી ક્રિકેટ ખેલાડી અને રેલ્વેના પૂર્વ કર્મચારી શ્રી ચંદ્રસિંહજી બહાદુરસિંહ જાડેજા (રાજકોટના પ્રથમ નેશનલ ગેમ્સના ખેલાડી) એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી શ્રી પ્રકાશભાઇ કલોલા તેમજ સ્વિમિંગના અગ્રણી કાર્યકર અને રેલવેના નિવૃત કર્મચારી શ્રી ડી.ડી. જાડેજા (ધંટેશ્વર,રાજકોટ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(2:56 PM IST)










