તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિઃ રોયલપાર્ક સ્થા.જૈન સંઘ ખાતે નમસ્કાર મહામંત્રના જાપ
ઓમાનવાલા ઉપાશ્રય-સી.એમ.શેઠ પૌષધશાળા ખાતે આયોજન

રાજકોટઃ ગત વર્ષ ૧૨મી જુનના રોજ બનેલી એક વિમાની દુર્ઘટનામાં ગુજરાતે એક કુશળ વહીવટકર્તા, સ્વપ્નદ્રષ્ટા, પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક આધુનિક રાજકોટના શિલ્પી, સંવેદનશીલ નેતા અને સૌના હૃદયમાં સદૈવ અમર રહેનારા ગુજરાતના લોકપ્રિય પૂર્વ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા હતા અને આગામી ૧૨મી જુને આ દુર્ઘટનાને એક વર્ષ થવા જઈ રહ્યું છે ત્યારે રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ,ઓમાનવાલા ઉપાશ્રય, સી એમ પૌષધ શાળા ખાતે ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રના જાપ યોજાશે તથા સ્વ.વિજયભાઈ શ્રધ્ધાંજલિ આપવામાં આવશે.
૧૨/૬ ના રોજ પ્લેન ક્રેશમા અવસાન પામેલા હ્રદયસ્થ સ્વ.વિજયભાઈ રૂપાણી દિવગંત આત્માને સ્મરણાંજલિ પાઠવવા સવારે ૮ થી ૯ રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ,ઓમાનવાલા ઉપાશ્રય, સી એમ પૌષધ શાળા મા ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રના જાપનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ જાપ અને સાધના પૂર્ણ થયા બાદ પ્રભાવના આપવામાં આવશે. તેમ ચંદ્રકાન્તભાઇ શેઠની યાદીમાં જણાવાયું છે.
(3:49 PM IST)










