<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

રાજકોટ ક્ષત્રીય સમાજ દ્વારા રાજકોટ શહેરમાં કન્યા છાત્રાલય અને સ્કુલ શરૂ કરવા અંગે રાજકુમાર કોલેજ ખાતે સૌરાષ્ટ્રના ક્ષત્રીય આગેવાનોની મીટીંગ યોજાઈ

પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને રાજકોટ મહારાજા માંધાતાસિંહજીની ઉપસ્થિતિમાં યોજાયેલ મિટિંગમાં ભાવનગરના ભરતસિંહ ગોહિલ (નંદકુંવરબા મહિલા કોલેજ) વિમલસિંહ ગોહિલ (રાજપૂત પાયફંડ સોસાયટી) અને સંજયસિંહ ઝાલા (પૂર્વ પ્રમુખ મનહરકુંવરબા છાત્રાલય) ની વિશેષ ઉપસ્થિતિ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: રાજકોટ શહેરમાં ક્ષત્રીય સમાજની દીકરીઓના અભ્યાસ માટે દીકરીઓને રહેવાની સગવડ મળી રહે, જેથી આજુબાજુના ગામડાઓ અને તાલુકા મથકો ઉપરથી બહોળા પ્રમાણ માં રાજકોટ શહેરમાં આવીને અભ્યાસ કરી શકે તે માટે રાજકોટ ખાતે અધતન સુવિધાયુક્ત વિશાળ કન્યા છાત્રાલય બનાવવું. તેમજ એક શાળા બનાવવી. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે તાલીમ વર્ગોનું એક વિશાળ બિલ્ડીંગ બનાવીને તાલીમી વર્ગો શરુ કરવા અંગેનું પણ આયોજન કરવામાં આવશે.

આગામી સમયમાં સૌરાષ્ટ્ર માં રહેતા ક્ષત્રીય સમાજના વિધાર્થીઓ રાજકોટ ખાતે છાત્રાલય માં રહીને અભ્યાસ કરી શકે તેમજ અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે સંકુલ બનાવવા માટેના આયોજન માટેની મીટીંગ રાજકોટ રાજકુમાર કોલેજ – RKC ખાતે રાખવામાં આવેલી હતી.
જેમાં સૌરાષ્ટ્ર ના દરેક જીલ્લાના ક્ષત્રીય સમાજના શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેલ અને વિચાર-વિમર્શ કરેલ અને તમામે પોતાના મંતવ્ય રજુ કરેલ.
ઉપરોક્ત મીટીંગમાં રાજ્યના પૂર્વ કેબીનેટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા ,રાજકોટના મહારાજા માંધાતાસિંહજી તેમજ પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ભરતસિંહ ગોહિલ (નંદકુંવરબા મહિલા કોલેજ, ભાવનગર) વિમલસિંહ ગોહિલ (રાજપૂત પાયફંડ સોસાયટી) અને સંજયસિંહ ઝાલા (પૂર્વ પ્રમુખ મનહરકુંવરબા છાત્રાલય), ગાંધીનગરના અશોકસિંહજી પરમાર, મારવાડી યુનિવર્સીટીના વી.સી.જાડેજા ,સુરેન્દ્રનગર યુનિવર્સીટી ના રજીસ્ટ્રાર જાડેજા , સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના હોમસાયન્સ ડીપાર્ટમેન્ટના ડીન રેખાબા જાડેજા સહિતના સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો ઉપસ્થિત રહેલ.

(6:29 PM IST)