<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

શુક્રવારે રાજકોટના વોર્ડ નં.૭ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે

મેઈન પાઇપ લાઈન રીપેરીંગની કામગીરીને પગલે ગુરુકુળ હેડવર્ક્સથી આ પાઇપ લાઈન બંધ રખાશે : જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં પની વિતરણ રહેશે બંધ

રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૭(પાર્ટ), ૧૩(પાર્ટ)માં આગામી તા.૧૨/૦૬/૨૦૨૬ ને શુક્રવારના રોજ સીવીલ વિભાગ દ્વારા ૫૦૦ એમ.એમ. એમ.એસ. ડાયાની મેઈન પાઈપલાઈન રીપેરીંગ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ગુરુકુળ હેડવર્કસથી આ મેઈન પાઈપલાઈન બંધ રાખવાની થતી હોય, આ હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નં.૭(પાર્ટ), ૧૩(પાર્ટ)માં તા.૧૨/૦૬/૨૦૨૬ ને શુક્રવારના રોજ પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
વોર્ડ નં- ૦૭(પાર્ટ) ના વિસ્તારોની યાદી
લોહાનગર(પાર્ટ) તથા જૈન ચાલ
વોર્ડ નં- ૧૩(પાર્ટ) ના વિસ્તારોની યાદી
જુની તથા નવી પપૈયાવાડી,  પંચશીલ સોસા. (પાર્ટ), રાધાક્રિશ્ન સોસા.(પાર્ટ),  ગુણાતીતનગર, જે. ડી. પાઠક પ્લોટ, ટપુભવાન પ્લોટ, અંબાજી કડવા પ્લોટ, લોધેશ્વર, માલવિયા નગર, વિનય સોસા., શિવનગર, સ્વાશ્રય સોસા., રામનગર, વેદવાડી, ડાલીબાઇ આવાસ યોજના, કૃષ્ણનગર, નવલનગર, ભોલેનાથ સોસા., ગુરુપ્રસાદ સોસા., ત્રિવેણી નગર, કૈલાશનગર  વીગેરે..

(7:32 PM IST)