<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

માંડા ડુંગર નજીક ‘હિટ એન્‍ડ રન': કારની ઠોકરે સુભાષભાઇ મંડલનું મોતઃ મિત્રનો ઇજા સાથે બચાવ

ભીમરાવનગરમાંથી બંને આટો મારવા નીકળ્‍યા હતાં: આધેડના મોતથી ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

 

રાજકોટ તા. ૧૧: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે સાંજે આઠેક વાગ્‍યે હિટ એન્‍ડ રનનો બનાવ બન્‍યો છે. ચાલીને જઇ રહેલા બે મિત્રોને એક કારના ચાલકે ઉલાળી દેતાં એક આધેડનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ માંડા ડુંગર પાસે ભીમરાવનગરમાં રહેતાં પરપ્રાંતિય સુભાષભાઇ બખોભાઇ મંડલ (ઉ.વ.૪૭) અને તેના મિત્ર ધર્મેન્‍દ્રભાઇ ઘોલાભાઇ મહંતો (ઉ.વ.૩૭) સાંજે ઘરેથી નજીકના રોડ પર ચાલીને આટો મારવા નીકળ્‍યા હતાં. આ વખતે આજીડેમ ચોકીથી પરત ફરતી વખતે માંડા ડુંગર પાસે પહોંચ્‍યા ત્‍યારે એક કારની ઠોકરે ચડી જતાં બંનેને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જો કે અહિ ગંભીર ઇજાગ્રસ્‍ત સુભાષભાઇ મંડલનું મોત થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના ક્રિપાલસિંહ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતયુ પામનાર સુભાષભાઇ છેલ્લા પાંત્રીસેક વર્ષથી રાજકોટમાં રહેતાં હતાં. તે મુળ બિહારના વતની હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. તેને સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

(10:43 AM IST)