તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 11th June 2026
શ્રી બાલાજી હનુમાન મંદિરે સ્વ.વિજયભાઈ રૂપાણીની પુણ્ય સ્મૃતિમાં કાલે મારૂતિ યજ્ઞ-સામૂહિક હનુમાન ચાલીસા પાઠ
પ્લેન ક્રેશની દુર્ઘટનામાં દિવંગત થયેલા પૂર્વ મુખ્યમંત્રી સહિત તમામ આત્માઓની શાંતિ અર્થે સવારે યજ્ઞ, સાંજે નિરાજન આરતી અને રાત્રે ૮:૩૦ વાગ્યે હનુમાન ચાલીસા પાઠ સહિત વિશેષ ધાર્મિક આયોજન

રાજકોટઃ તા.૧૧: લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુઃખહર્તા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં શ્રી બાલાજી હનુમાન મંદિર, ભૂપેન્દ્ર રોડ ખાતે કાલે તા.૧૨ જૂન ને શુક્રવારે વિશેષ ભાવસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ જેમની કર્મભૂમિ રહ્યું છે અને જેમનો રાજકોટ સાથે અત્યંત નિકટનો ભાવનાત્મક નાતો રહ્યો છે તેવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની પુણ્ય સ્મળતિમાં આ કાર્યક્રમ યોજાશે. તેમની સાથે ઘટેલી ગોઝારી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અકાળે કાળધર્મ પામેલા તમામ દિવંગતોના આત્માની શાંતિ અર્થે શ્રી બાલાજી હનુમાનજી મહારાજના દરબારમાં વિશેષ સ્મરણાંજલિ સભર ધાર્મિક ઉત્સવ યોજાશે.
પૂર્વ મુખ્યમંત્રી તરીકે જેમણે રાજકોટને અનેક વિકાસકાર્યોની અમૂલ્ય ભેટ ધરી છે, તેવા લોકલાડીલા રાજકીય નેતાની સ્મળતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે.
આ વિશેષ સ્મરણાંજલિ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૨ જૂન શુક્રવારના રોજ સવારના પાવન સત્રમાં શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મંદિર પરિસરમાં સ્વ. વિજયભાઈ રૂપાણી સહિત સૌ દિવ્ય આત્માઓ માટે વિશેષ શ્નમારૂતિ સ્મળતિ યજ્ઞઙ્ખ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજના સમયે દિવંગત પુણ્યાત્માઓની પવિત્ર સ્મળતિમાં વિશેષ ‘‘નિરાજન આરતી'' યોજાશે. સૌ મળત આત્માઓની ચિર-શાંતિ માટે ભાવભીની સ્મળતિ નિરાજન આરતી અર્પણ કરવામાં આવશે.
આ ધાર્મિક શળંખલાને આગળ ધપાવતા રાત્રે સાડા આઠ વાગ્યે શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મંદિર પરિસરમાં સામૂહિક ‘‘શ્રી હનુમાન ચાલીસા પાઠ'' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સૌ ભક્તોની ઉપસ્થિતિમાં ઈશ-ઉપાસનાનો ધ્વનિ સ્વ. વિજયભાઈ સહિત સૌ આત્માઓ સુધી પહોંચે એ ભાવ સાથે આ પાઠ કરવામાં આવશે.
શ્રી બાલાજી હનુમાનજી મહારાજ મંદિરના આયોજક મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાષાી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી દ્વારા તમામ ધર્મપ્રેમી જનતા તથા ભાવિક ભક્તોને આ દિવ્ય મારૂતિ યજ્ઞ, નિરાજન આરતી અને હનુમાન ચાલીસા પાઠમાં સહભાગી થઈ દિવંગતો પ્રત્યે શ્રદ્ધાસુમન અર્પણ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(11:24 AM IST)










