<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

શાપર-વેરાવળમાં કેબીનમાં ગાંજાનું વેચાણ કરતા રેહાનને રૂરલ એસઓજીએ ઝડપી લીધો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બઠેલ) સાથે રૂરલ એસઓજીનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૧ :  શાપર વેરાવળમાં રૂરલ એસઓજી એ દરોડા પાડી કેબીનમાંથી ગાંજાનું વેચાણ કરતા શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જરે દ્વારા માદક પદાર્થને લગતી ગેરકાયદેસર પ્રવળર્તી નાબુદ કરવા  સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને રૂરલ એસ.જો.જી.એ શાપર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ વેરાવળ(શા) મફતીયાપરા બુધ્‍ધનગર કાસુમા ગેઇટની અંદર સ્‍વરાષ્‍ટ્ર સ્‍ક્રેપ ભંગારના ડેલાની બાજુમાં આવેલ આરોપીની કબ્‍જા ભોગવટા વાળી કેબીનમાં ગાંજો રાખી વેચાણ કરે છે તેવી હકીકત આધારે મજકૂર ઇસમના કબ્‍જા ભોગવટા વાળા કેબીન માંથી પ્‍લાસ્‍ટિકની બ્‍લેક ્રૂ વાઇટ કોથળી માંથી વનસ્‍પતિજન્‍ય માદક પદાર્થ ગાંજો  ૪પ૬  કિ. ૩૭,૮૦૦ તથા બે મોબાઇલ મળી કુલ પ૭,૮૦૦ ના મુદ્દામાલ  સાથે પકડી પાડી શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કયો હતો.

પકડાયેલી આરોપી  રેહાન ઉર્ફે ભુરો સ/ઓ અરમાનભાઇ સૈયદ બુખારી સરનામું:- રહે. વેરાવળ(શા), મફતીયાપરા, બુધ્‍ધનગર, કાસુમા ગેઇટની અંદર, કે.જી.એન. પાનની કેબીનની બાજુમાં, તા.કોટડાસાંગાણી જી.રાજકોટ મુળ રહે. કાનપુર (ઉત્તરપ્રદેશ) અગાઉ શાપર-વેરાવળમાં મારમારી ગુન્‍હાં પકડાઇ ચુકયો છે.

આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી.ના  પો.સબ.ઇન્‍સ. જી.જે. ઝાલા, પો.સબ.ઇન્‍સ. પી.બી.મિશ્રા, એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહ્રા, પો.હે.કો. નૈમિષભાઇ મહેતા (બાતમી), પિયુષભાઇ અઘેરા (બાતમી), ક્રિપાલસિંહ જાડેજા, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળિયા, અ.પો.કો. પળથ્‍વિરાજસિંહ ડોડિયા, રણજીતભાઇ ધાંધલ, વિજયગિરી ગોસ્‍વામી, વિપુલ ગોહેલ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. અમુભાઇ વિરડા ડ્રાઇવર પો.કો. નવદિપભાઇ દ્વારા કરવામાં આવેલ છે. 

(2:20 PM IST)