<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

પુરૂષોતમ માસ નિમિતે સર્વોતમ હવેલી ખાતે શનિ-રવિ સત્‍સંગ અને પ્રસાદનું આયોજન

પરાગકુમારજી ચતુઃશ્‍લોકીનું રસપાન કરાવશે વૈષ્‍ણવોને આમંત્રણ

રાજકોટઃ પવિત્ર પુરૂષોતમ માસ (અધિક માસ)ના પાવન અવસરે રાજકોટના આંગણે પ.પુ. યુવા વૈષ્‍ણવાચાર્યો ગોસ્‍વામી શ્રી પરાગકુમારજી મહોદયના વકતાસ્‍થાને શોડ્‍ષ ગંથ અંતર્ગત ચતુઃશ્‍લોકી પાઠના સત્‍સંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.    શ્રી સર્વોત્તમ સેવા સંસ્‍થા દ્વારા આ સત્‍સંગ આગામી તા. ૧૩ અને ૧૪ જૂન (શનિ-રવિવાર) એમ બે દિવસ માટે સાંજે ૪-૩૦ કલાકથી સાંજે ૭ સુધી શ્રી સર્વોત્તમ હવેલી (૬/૮ અંબાજી કડવા પ્‍લોટ, પી.ડી.એમ. કોલેજ પાસે, ગોંડલ રોડ, ફોન નં. ૦૨૮૧-૨૩૮૮૬૭૮) ખાતે યોજાશે.

 આ સત્‍સંગમાં ગોસ્‍વામી શ્રી  પરાગકુમારજી સમસ્‍ત વૈષ્‍ણવ સળષ્ટિને ચતુઃશ્‍લોકી ગ્રંથ પર ભગવદ્‌રસનું પાન કરાવશે તથા આધ્‍યાત્‍મિક માર્ગદર્શન પુરૂ પાડશે. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ વૈષ્‍ણવો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. આ કાયક્રમ અંગે વધુ વિગતો મેળવવા માટે મો.નં. - ૯૭૭૬૯ ૪૭૧૩૧ પ૨ સંપર્ક કરી શકાશે.

 આ આયોજનને સફળ બનાવવા માટે  ભાવનાબેન નથવાણી, મધુબેન આહિયા, ચારૂબેન ચંદારાણા, જયોતિબેન રાદડીયા,   પરેશાબેન,  રવિનાબેન શાહ,  ચાંદનીબેન ના ચાંગેલા, કાલાવડ રોડ મંડળ અને   સર્વોત્તમ હવેલી ફુલઘર મંડળના બહેનો ઉત્‍સાહપૂર્વક જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં મંજુલાબેન, મીનાબેન,સુધાબેન, સુમીતાબેન, પુષ્‍પાબેન નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:51 PM IST)