<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

લલુડી વોંકળી પાસેથી નિલેષ ઉર્ફ જીગો ચોરાઉ એક્‍ટીવા સાથે પકડાયો

ભક્‍તિનગરના રમેશભાઇ અને નરસંગભાઇની બાતમીથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૧: વાહનચોરીના બની રહેલા બનાવો વચ્‍ચે ભક્‍તિનગર પોલીસે એક્‍ટીવા ચોરીનો ગુનો ઉકેલી નિલેષ ઉર્ફે જીગો બાબુભાઇ સોનીગરા (રહે. સહકાર સોસાયટી મેઇન રોડ, રઘુવીર સોસાયટી-૪)ને પકડી લઇ જીજે૦૩એફસી-૬૯૨૬ નંબરનું ૨૫ હજારનું વાહન કબ્‍જે કર્યુ છે.

આ વાહન તેણે ભક્‍તિનગર પોલીસની હદમાંથી ચોરી કર્યુ હતું. હેડકોન્‍સ. રમેશભાઇ માલકીયા, કોન્‍સ. નરસંગભાઇ ગઢવીની બાતમી પરથી આ શખ્‍સને લલુડી વોંકળી તરફના રસ્‍તેથી પકડી લેવાયો હતો. એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલ, હેડકોન્‍સ. રમેશભાઇ, નરસંગભાઇએ આ કામગીરી કરી હતી.

(3:06 PM IST)