તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
શહેરના ૫૩ પીએસઆઈની સામુહિક આંતરિક બદલી

રાજકોટ તા. ૧૧: શહેરમાં પોલીસ કમિશનર દ્વારા એક સાથે ૫૩ પીએસઆઇની આંતરીક બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અને સ્પેશિયલ શાખાઓમાં ફરજ બજાવતા ૫૩ જેટલા બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી આંતરિક બદલી પર મૂકવામાં આવ્યા છે. આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરીને તમામ અધિકારીઓને તાત્કાલિક છુટા થઈ નવા સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે.
જાહેર કરાયેલી યાદી મુજબ, બી ડીવીઝન, થોરાળા, ભક્તિનગર, ગાંધીગ્રામ, માલવીયાનગર, આજીડેમ, પ્ર.નગર અને ટ્રાફિક જેવા મહત્વના પોલીસ સ્ટેશનોના પીએસઆઈની મોટા પાયે અદલાબદલી કરવામાં આવી છે.
બી ડીવીઝનના પીએસઆઈ એ.બી.ચૌધરીને રાજકોટ તાલુકા અને કે.પી.જાદવને ટ્રાફિક શાખામાં મોકલવામાં આવ્યા છે. જ્યારે થોરાળાના એમ.એસ.મહેશ્વરીની ગાંધીગ્રામ ખાતે બદલી કરાઈ છે.
ગાંધીગ્રામના એસ.બી.જાડેજાને કુવાડવા રોડ અને ટી.ડી.જાડેજાને થોરાળા ખાતે બદલી અપાઈ છે. આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર.રાઠોડની થોરાળા અને એસ.વી.ગોહિલની ગાંધીગ્રામ ખાતે બદલી કરવામાં આવી છે.
શહેરમાં ગુનાખોરી નિયંત્રણના હેતુથી ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસઓજી એએચટીયુ, ડીસીબી જેવી મહત્વની એજન્સીઓમાં પણ ફેરફાર કરાયા છે. સાયબર ક્રાઈમના પીએસઆઈ કે.બી.વરીયા અને એસ.ઓ.જી. ના વી.કે.ઝાલાને એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા છે.
માલવીયાનગરના પીએસઆઈ વી.આર.ઝાલાને ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં બદલી આપવામાં આવી છે. રીડર ટૂ ડીસીપી ક્રાઈમ શાખાના પીએસઆઈ જી.જી.તેરૈયાને ટ્રાફિક શાખામાં મોકલવામાં આવ્યા છે. પોલીસ કમિશનર કચેરીના આદેશ અનુસાર, યાદીમાં દર્શાવેલ તમામ પોલીસ સબ ઈન્સ્પેક્ટરોને તેમના વર્તમાન ફરજ પરના સ્થળ પરથી તાત્કાલિક અસરે છુટા થઈને બદલીવાળા નવા સ્થળે હાજર થવા આદેશ થયો છે.
(3:33 PM IST)










