News of Thursday, 11th June 2026
વાવડીના મનસુખભાઇ પટેલની ચુનારાવાડની શેરીમાંથી લાશ મળી
ગઇકાલે પત્નિ-પુત્રીને ગોંડલ રોડ ચોકડીએ ઉતારવા ગયા બાદ ગૂમ હતાં: માથામાં ઇજા પણ હતીઃ પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવ્યાનું ખુલ્યું

રાજકોટ તા. ૧૧: વાવડીમાં રહેતાં પ્રોૈઢ ગઇકાલે ગોંડલ રોડ ચોકડીએ પત્નિ-પુત્રીને બહારગામ જવાનું હોઇ ત્યાં મુકવા ગયા બાદ ઘરે ન આવતાં શોધખોળ હાથ ધરવામા઼ા આવી હતી. દરમિયાન આજે તેની લાશ ચુનારાવાડ ચોકડથી થોરાળા પોલીસ સ્ટેશન તરફ જતાં રસ્તા પરની શેરીમાંથી મળી આવતાં ચકચાર જાગી હતી.
જાણવા મળ્યા મુજબ વાવડી ગામમાં રાધેશ્યામ ગોૈશાળા પાસે આંગન વ્યુમાં રહેતાં મનસુખભાઇ કરમશીભાઇ નારીયા-પટેલ (ઉ.વ.૫૫) સવારે ચુનારાવાડના રસ્તે સાંકડી શેરીમાંથી બેભાન જેવી હાલતમાં પડયા હોઇ કોઇએ ૧૦૮ બોલાવતાં તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરાવી પોસ્ટમોર્ટમ કરાવતાં હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. તે ચાલતી વખતે કે કોઇપણ કારણોસર પડી જતાં માથામાં થોડી ઇજા પણ પહોંચી હતી.
વધુ વિગત મુજબ મનસખુભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને વાવડીગામે બગીચામાં પાણીપુરી વેંચી ગુજરાન ચલાવતાં હતાં. ગઇકાલે પત્નિ કંચનબેન અને દિકરી એકતાને જુનાગઢ જવું હોઇ તે બંનેને ગોંડલ રોડ ચોકડીએ મુકવા ગયા હતાં. બાદમાં પરત ઘરે આવ્યા નહોતાં. આજે તેની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
(3:31 PM IST)










