તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 11th June 2026
ગવરીદળ પાસે એસટી બસ પર એક્ટીવા ચાલકનો પથ્થરમારોઃ ડ્રાઇવરને ઇજા
અચાનક ઓવરટેઇક કરી એક્ટીવાને બ્રેક મારી દીધીઃ બસચાલકે સંજયભાઇ સોનરાતએ ધ્યાન રાખવાનું કહેતાં માથાકુટ કરી

રાજકોટ તા. ૧૧: રાજકોટ-મોરબી હાઇવે પર ગવરીદળ ગામ પાસે અંજાર-બાટવા રૂટની એસટી બસના ચાલક સાથે એક્ટીવા ચાલકે ઝઘડો કરી બસનો કાચ પથ્થરથી ફોડી નાંખી ડ્રાઇવરને પણ પથ્થરથી ઇજા પહોંચાડતાં સારવાર માટે દાખલ થયા છે.
જાણવા મળ્યા મુજબ જુનાગઢના માંગરોળ તાબેના ઘેડ ગામે શરમા-ઘેડ ગામે રહેતાં સંજયભાઇ રમણીકભાઇ સોનરાત (ઉ.વ.૩૯) સવારે એસટી બસ હંકારીને જતાં હતાં ત્યારે ગવરીદળ નજીક એકટ્ીવા ચાલક શખ્સે ઝઘડો કરી બસના કાચ પર પથ્થરના ઘા કરતાં કાચ ફુટી જતાં અને ડ્રાઇવર સંજયભાઇને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી.
સંજયભાઇના કહેવા મુજબ એક્ટીવા ચાલકે અચાનક બસને ઓવરટેઇક કરતાં અને આગળ જઇ ઓચીંતી બ્રેક મારતાં તેને સમજાવ્યો હતો કે આ રીતે અચાનક બ્રેક ન લગાવાય અને ધ્યાનથી વાહન હંકારાય. આ સાંભળી એક્ટીવા ચાલકે ગાળો દઇ ઝઘડો કરી પથ્થરના ઘા કરતાં બસનો કાચ ફુટી ગયો હતો અને પોતાને ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:32 PM IST)










