<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અહિ આવ તારું કામ છે...કહી ૧૧ વર્ષની બાળા સાથે પરણેલા ઢગા રવિએ બિભત્‍સ છેડછાડ કરી

ભગતસિંહજી ગાર્ડન પાસે રહેતાં શખ્‍સ વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલી સ્‍ટેશનના પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ એ. જે. લાઠીયાએ પોક્‍સો હેઠળ ગુનો નોંધી સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી

રાજકોટ તા. ૧૧: શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન નજીક રહેતાં પરિણીત એવા આશરે ૩૫ વર્ષના એક શખ્‍સે એક ૧૧ વર્ષની બાળા સાથે વિકૃત હરકતો કરતાં પોલીસે પોક્‍સો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ શખ્‍સે બાળાને તું મારી પાસે આવ તારુ કામ છે કહીને બોલાવી હતી અને બાદમાં બિભત્‍સ છેડછાડ કરતાં બાળા ગભરાઇ ગઇ હતી. બનાવની જાણ પોલીસને થતાં કાર્યવાહી કરવામાં આવી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર બાળાના માતાની ફરિયાદને આધારે રવિ ટેલાણી નામના શખ્‍સ વિરૂધ્‍ધ છેડતી, પોક્‍સો હેઠળ ગુનો નોંધ્‍યો છે. બાળા ૮મી તારીખે સાંજના સમયે રમતી હતી ત્‍યારે આરોપીએ તું અહિ મારી પાસે આવી જા, તારુ કામ છે તેમ કહીને બોલાવી હતી. પછી તેણીના ગળાના ભાગે એક હાથ રાખી બીજા હાથથી શરીરે બિભત્‍સ અડપલાઓ કરવાનું ચાલુ કરી દતાં બાળા ડઘાઇ ગઇ હતી અને દેકારો મચાવી દીધો હતો. આ પછી તેણે વાલીને વાત કરી હતી.

દિકરી સાથે આવી ઘટના બનતાં માતા પણ ચોંકી ગયા હતાં. બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી પોલીસને જાણ કરતાં    પીઆઇ સી. એન. દવે અને પીએસઆઇ એ. જે. લાઠીયાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી છે. આરોપી આશરે ૩૫થી ૩૮ વર્ષનો છે અને પરણેલો છે. પોલીસે તેની વિશીષ્‍ટ પુછતાછ હાથ ધરી હતી.

(3:55 PM IST)