<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

મનપા દ્વારા ઝોનવાઇઝ જનકલ્‍યાણ શિબિર યોજાશે

૧૬મીએ વેસ્‍ટઝોન, ૧૭મીએ ઇસ્‍ટઝોન તથા ૧૮મીએ સેન્‍ટ્રલ ઝોનમાં આયોજન : આધાર કાર્ડમાં સુધારા, બાળકોના આધાર કાર્ડ, મુખ્‍યમંત્રી યોજના વગેરે સેવાનો લાભ મળશે

રાજકોટ, તા., ૧૧: રાજ્‍યની પ્રજા સુધી સરકારની જનકલ્‍યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત૨૦૪૭નું ધ્‍યેય સાકાર કરવા માટે કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમાવેશ કરીનેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૬ (વેસ્‍ટ ઝોન), તા.૧૭ (ઈસ્‍ટ ઝોન) અને તા.૧૮(સેન્‍ટ્રલ ઝોન)માં જનલ્‍યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્‍લ,ડેપ્‍યુટી મેયરદક્ષાબેન વસાણી,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પરેશભાઈ પીપળીયા,, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક  સંજયસિંહ રાણા એક યાદીમાંજણાવે છે.

આ જન કલ્‍યાણ શિબિર કાર્યક્રમ  મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્‍લના અધ્‍યક્ષ સ્‍થાને ત્રણેય ઝોનમાં યોજવામાં આવનાર છે. જેમાં તા.૧૬ ના રોજ વેસ્‍ટ ઝોનમાં કવિ અમળત ઘાયલ કોમ્‍યુનિટી હૉલ, આકાશવાણી ચોક ખાતે, તા.૧૭ ના રોજ ઈસ્‍ટ ઝોનમાં શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે અને તા.૧૮ ના રોજ સેન્‍ટ્રલ ઝોનમાં શ્રી વિનોદભાઇ શેઠ કોમ્‍યુનિટી હૉલ, કોઠારીયા રોડ ખાતેસામે સવારના ૧૦.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક સુધી જન કલ્‍યાણ શિબિર યોજવામાં આવનાર છે.

કઇ કઇ સેવાઓ આવરી લેવાશે

આ શિબિરમાં આધાર નોંધણી (૧૮ વર્ષથી વધુ વયજુથ) આધાર કાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરીવર્તન અને સુધારા, બાળકોના આધાર કાર્ડ, આયુષ્‍માન પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના વગેરે સેવાઓ આવરી લેવાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ જન કલ્‍યાણ શિબિરનો શહેરીજનો બહોળા પ્રમાણમાં લાભ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(3:41 PM IST)