<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

રાજકોટ-જેતપુર સિકસલેન : ગયા વર્ષના કડવા અનુભવો ધ્‍યાને લઇ તાકિદે પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ કરોઃ નેશનલ હાઇવેને પત્ર પાઠવાયો

સર્વિસ રોડ - પેચવર્ક - પાણી નિકાલ - ખાડા- ધૂળ - ડાયવર્ઝન - સૂરક્ષા - માર્ગ ચિન્‍હો - સાઇનબોર્ડ સહિતના મુદ્દે રજૂઆતો : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના રોહિતસિંહ રાજપૂતે અનેક પ્રશ્‍ન ઉઠાવ્‍યા : ટ્રાફીક જામતા પોઇન્‍ટની ઓળખ કરો...

રાજકોટ, તા.૧૧: રાજકોટ-જેતપુર સિક્‍સલેન હાઈવેનું કામ હજુ પણ પ્રગતિ હેઠળ છે. ટેન્‍ડરની મૂળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધારાનો સમય આપવા છતાં કામ અધૂરું હોવાથી વાહનચાલકો અને મુસાફરો સતત મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી, ગયા વર્ષના કડવા અનુભવોને ધ્‍યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્‍તા રોહિતસિંહ રાજપૂતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટરને પત્ર લખીને તાકીદે પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે. 

રાજકોટ-જેતપુર હાઈવે પર હજારો વાહનો, ઔદ્યોગિક એકમોનું પરિવહન અને પ્રવાસન ક્ષેત્રની અવરજવર નિર્ભર છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્‍યા સર્જાઈ હતી. આ સ્‍થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે રોહિતસિંહ રાજપૂતે અનેક મહત્‍વના મુદ્દાઓ રજૂ કર્યા છેઃ  ટ્રાફિક મેનેજમેન્‍ટઃ વારંવાર ટ્રાફિક જામ થતા પોઈન્‍ટ્‍સની ઓળખ કરી તેનું તકનીકી સર્વેક્ષણ કરવું અને કાયમી કે કામચલાઉ ઉકેલ લાવવો. પોલીસ તંત્ર સાથે સંકલન સાધી ટ્રાફિક પોલીસ પોઈન્‍ટ ઉભા કરવા.  સર્વિસ રોડ અને માર્ગની સ્‍થિતિઃ જ્‍યાં કામગીરી ચાલુ છે ત્‍યાંના સર્વિસ રોડનું લેવલિંગ, પેચવર્ક અને પાણીના નિકાલની વ્‍યવસ્‍થા કરવી. ખાડા, ધૂળ અને ડાયવર્ઝનની દયનીય સ્‍થિતિ સુધારવી.  સુરક્ષા અને માર્ગ ચિホોઃ નિયમ મુજબ તમામ ડાયવર્ઝન અને જોખમી સ્‍થળોએ રિફ્‌લેક્‍ટિવ સાઈનબોર્ડ, સ્‍પીડ લિમિટ બોર્ડ અને બેરિકેડિંગ પૂરતી સંખ્‍યામાં લગાવવા.  એમ્‍બ્‍યુલન્‍સ અને ટોલ પ્‍લાઝાઃ આરોગ્‍ય સેવાઓ માટે એમ્‍બ્‍યુલન્‍સને પ્રાથમિકતા આપતી ‘ગ્રીન કોરિડોર' જેવી વ્‍યવસ્‍થા કરવી. ટોલ પ્‍લાઝા પર વધુ ભીડ થાય તો તાત્‍કાલિક લેન ખુલ્લી મૂકી ટ્રાફિક હળવો કરવો. 

કોંગ્રેસના નેતાએ માંગ કરી છે કે પ્રિ-મોન્‍સૂન કામગીરી માટે ફણ્‍ખ્‍ત્‍ના જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે જેઓ કોન્‍ટ્રાક્‍ટર પાસેથી ગુણવત્તાસભર કામગીરી લે. આ ઉપરાંત, ટ્રાફિક ફરિયાદ માટે ટોલ-ફ્રી હેલ્‍પલાઈન નંબર જાહેર કરી તેના બોર્ડ હાઈવે પર લગાવવા સૂચન કર્યું છે.  ૧૫ દિવસમાં કામગીરી પૂર્ણ કરવા અલ્‍ટિમેટમ રોહિતસિંહ રાજપૂતે આ મામલે ગંભીરતા દાખવવા અપીલ કરતા જણાવ્‍યું છે કે, આગામી ૧૦ થી ૧૫ દિવસની અંદર આ તમામ પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ કરી તેનો જાહેર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે. આ પત્રની નકલ જિલ્લા કલેક્‍ટર, ફણ્‍ખ્‍ત્‍ના પ્રાદેશિક અને મુખ્‍ય કાર્યાલય તેમજ કેન્‍દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ મોકલવામાં આવી છે

(3:48 PM IST)