<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ઓડીસાની સહકારી બેંકની ટીમ રાજકોટ જિલ્લા બેંકની મુલાકાતે

જયેશ રાદડિયાના નેતૃત્‍વ હેઠળના શાસનની પ્રશંસા

રાજકોટ, તા. ૧ર :  શ્રી રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી.એમ. સખીયાના જણાવ્‍યા મુજબ સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્‍યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટ શ્રી રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો-ઓપ. બેંક રાષ્‍ટ્રીય સ્‍તરે ઉભરી આવેલ છે.

નાબાર્ડના અભિગમના ભાગ રૂપે ઓડીસા રાજયની કોરાપુટ સેન્‍ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન ઇશ્વર ચંદ્રા પાનીગ્રામીની આગેવાની હેઠળ બોર્ડ ઓફ ડિરેટકર્સના સભ્‍યોની ટીમ રાજકોટ કરેલ અને બેંકના જનરલ મેનેજર -સીઇ.ઓ. વી.એમ. સખીયાએ બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપેલ.

કોરાપુટ સેન્‍ટ્રલ કો-ઓપ. બેંક લી.ની ટીમએ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્‍ય કચેરીમાં ર૪ કલાક ૩૬પ દિવસ લોકર ઓપરેટીવ સુવિધા તેમજ રાત્રીના ૧૦ વાગ્‍યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્‍યવસથા જોઇ ખુબ જ પ્રભાવિગત થયેલ અને આ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટરર્સ તથા બેંકના મેનેજમેન્‍ટને ધન્‍યવાદ આપેલ હતા.

(11:39 AM IST)