<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

કાલે સ્‍વામી સત્‍યપ્રકાશજીનો ૭૮મો જન્‍મદિવસ

૪૧ વર્ષથી ઓશો ધ્‍યાનમંદિરનું સંચાલન કરી રહયા છે

રાજકોટઃ અહિના ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર (ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં, ૪-વેદવાડી રાજકોટ) ખાતેના સંચાલક સ્‍વામી સત્‍યપ્રકાશનો આવતીકાલે તા.૧૩ના શનિવારના રોજ જન્‍મદિવસ છે. તેઓશ્રી જીવનના ૭૭ વર્ષ પુર્ણ કરી ૭૮માં વર્ષમાં પ્રવેશ કરે છે.

સ્‍વામિ સત્‍યપ્રકાશજી છેલ્લા ૫૦ વર્ષથી ઓશોના કાર્ય સાથે સંકળાયેલા છે. ઓશો સૌ પ્રથમ ૧૯૬૭માં રાજકોટ આવ્‍યા ત્‍યારે કિશોરવસ્‍થામાં જ ઓશોથી આકર્ષાયા હતા. તેઓ ઓશોના પ્રવચનથી ખુબજ પ્રભાવિત થયા હતા અને ઓશોની રૂબરૂ મુલાકાત કરી હતી, કિશોરવસ્‍થા બાદ ભરયુવાનીમાં ઓશો જયારે આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા હતા, ત્‍યારે ઓશોનો બહોળો પ્રચાર કરી મિત્રોમાં કેસેટો સંભળાવવની નાની પુસ્‍તિકાઓ વહેંચણી અને ધ્‍યાને કરવુ તથા કરાવવું આ એનું મુખ્‍ય લક્ષ્ય હતું તેઓ ૩૭ વર્ષોથી ઓશો ધ્‍યાનમંદિરનું સંચાલન કરે છે અને પોતે પણ નિયમિત ધ્‍યાન કરે છે. સ્‍વામીજીએ બી.કોમ.સુધીનું શિક્ષણ લીધુ છે.

આજે વિશ્વમાં ઓશોના હજારો ધ્‍યાન કેન્‍દ્રો અને આશ્રમો છે. એમાના થોડા ઘણા ધ્‍યાનકેન્‍દ્રો અને આશ્રમોમાં નિયમ્‍તિ ધ્‍યાન-સાધના થાય છે. એમાનું આ એક ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર છે. છેલ્‍લા ૩૫ વર્ષથી ધ્‍યાન સન્‍યાસ તથા ઓશો સાહિત્‍ય માટે ૨૪ કલાક ખુલ્‍લુ રહેતુ વિશ્વનું એક માત્ર ઓશો ધ્‍યાન કેન્‍દ્ર છે. જયાં દરરોજ સવારે ત્‍યાં સાંજે નિયમિત ઓશોના ધ્‍યાન થાય છે. દર માસે એક દિવસીય ધ્‍યાન શિબિર યોજાય છે. અને વર્ષમાં ત્રણથી ચાર મુખ્‍ય ત્રિદિવસીય ધ્‍યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત ઓશોના તમામ વાર્ષિકોત્‍સવ જે તે સમયે ઉજવવામાં આવે છે. આ કેન્‍દ્રમાં ઓશોનું તમામ સાહિત્‍ય હિન્‍દી, અંગ્રેજી પુસ્‍તકો, સી.ડી.ડી.વી.ડી. લાઇબ્રેરી સીસ્‍ટમ તેમજ વેચાણ માટે ઉપલબ્‍ધ છે. ઉપરાંત દર મહિને પ્રસિધ્‍ધ થતા ઓશોને લગતા તમામ માસીકો તથા પાક્ષીકો મેગેજીન વેચાણ માટે ઉપલબ્‍ધો છે. ઉપરાંત સ્‍વામીજી પુસ્‍તક પ્રદર્શન અવાર-નવાર યોજે છે જે ૧૦ દિવસથી ૧૨૦ દિવસ સુધીના હોય છે. તથા  આ કેન્‍દ્રમાં હિન્‍દી, અંગ્રેજી, ગુજરાતી ઓશો પુસ્‍તકોની લાયબ્રેરી ચાલુ હોય છે. તેમજ આ ધ્‍યાન કેન્‍દ્ર સંન્‍યાસ લેવા તેમજ ધ્‍યાન કરવા માટે ઓશો સાહિત્‍ય માટે ૨૪ કલાક હંમેશા ખુલ્‍લુ રહે છે. આ કેન્‍દ્ર ઉપર બહાર ગામથી આવતા સંન્‍યાસી મિત્રો માટે રહેવાની તેમજ જમવાની વ્‍યવસ્‍થા છે. સ્‍વામી સત્‍યપ્રકાશજી આ કામમાં અદભુત અને સફળતાપુર્વક વ્‍યવસ્‍થિત સંચાલન કરે છે.

 સ્‍વામીજીના જન્‍મદિવસે અનુલક્ષીને ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે તા.૧૩ના મંગળવારે સાંજે ૬થી રાત્રીના ૮.૩૦ સુધીની ઓશો ધ્‍યાન ઉત્‍સવનું આયોજન કરેલ છે. આ ધ્‍યાન ઉત્‍સવનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશજી કરશે. રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદ(હરિહર). રાત્રે ૯થી ૧૧ રાધિકા મ્‍યુઝીકલ ગ્રુપનો કાર્યક્રમ

ઓશો પુના આશ્રમ દ્વારા ૧૯૭૪માં પ્રકાશીત રજનીશ ન્‍યુઝ લેટર નામની ૧૩ પ્રાદેશિક ભાષામાં પાક્ષીક પ્રકાશીત કરેલ ત્‍યારથી ઓશો મેગેઝીનની દુનિયા સાથે સંકળાયેલા છે. અને ઓશો મેગેઝીનને છેલ્‍લા ૪૮ વર્ષોથી લોકો સુધી પહોંચાડવામાં ભગીરથ કાર્ય કરે છે.

ઓશોના સુત્ર ઉત્‍સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવો કે ઓશો ધ્‍યાન શિબિરો, ઓશો સાહિત્‍ય પ્રદર્શનો, ઓશો સંન્‍યાસ ઉત્‍સવ, ભજનકિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયના ઉત્‍સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં રાત અને દિવસ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર પર નિયમતિ છેલ્‍લા ૩૫ વર્ષથી અવારનવાર ઉત્‍સવ ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામીસત્‍ય પ્રકાશ કરી રહયા છે.

ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે નિયમિત ૬થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૬.૪૫થી ૮ સંધ્‍યાધ્‍યાન છેલ્લા ૩૫ વર્ષોથી એકપણ દિવસ ચુકયા વગર સામુહિક ધ્‍યાન કરવામાં આવે છે.( સ્‍વામીજીનો મો.૯૪૨૭૨ ૫૪૨૭૬)

ઓશો ગીતા-નિવેદિતા ધ્‍યાન મંદિરે જન્‍મોત્‍સવ-સંન્‍યાસ ઉત્‍સવ-

મ્‍યુઝીકલ ઓરકેસ્‍ટ્રા

રાજકોટઃ છેલ્લા ૫૫ વર્ષથી ઓશો કાર્યથી સંકળાયેલા ઓશોને સર્મપીત સ્‍વામિ સત્‍યપ્રકાશ છેલ્લા ૩૮ વર્ષોથી વિશ્વનું એકમાત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરનું સંચાલન કરે છે. જે છેલ્‍લા ૩૮ વર્ષોમાં એકપણ દિવસ બંધ નથી રહયું સવાર-સાંજ નિયમિત ધ્‍યાન અને દર મહિને ૧ દિવસીય બે ધ્‍યાન શિબિરનું આયોજન કરે છે. કાર્યક્રમ સંચાલનઃ પુર્વાદિદિ (માંપુર્વીપ્રકાશ)-રાધિકા મ્‍યુઝીકલ ગ્રુપના એચ.કે.લીયા દીપા ચાવડાનો જુના પિકચરોના ગીત-ગઝલોનો વિશેષ કાર્યક્રમ નિતીનભાઇ (સ્‍વામિ દેવરાહુલ) દ્વારા હસીબા-ખેલીબા-ધરીબા-ધ્‍યાનમ નામ નોંધણી આજથી શરૂ વિશેષ માહિતીઃ સ્‍વામિ સત્‍યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજય રાઠોડ- ૯૮૨૪૮ ૮૬૦૭૦-

(2:01 PM IST)