<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

મનમોહન પ્રભુની હવેલીમાં ‘શરદમાં મુકતા વિત્તાન'ના ભવ્‍ય દર્શન મનોરથ

 

 

રાજકોટઃ અહિં લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલ શ્રી મદનમોહન પ્રુની હવેલીમાં તા.૧૩ને શનિવાર અધિમ જેઠ વદના તરસના ‘શરદમાં મુક્‍તા વિત્તાન'ના દર્શનનો ભવ્‍ય મનોરથ રાખેલ છે.

‘શરદમાં મુક્‍તા વિત્તાન' મનોરથમાં આબેહુબ વૃંદાવનધામ નિર્માણ કરાશે. મોતીથી સજાવટ કરાશે. આ અલૌકીક તથા વ્રજમાં રાસલીલાની આબેહુબ અનુભુતિ થશે.

આ દર્શનની વ્‍યવસ્‍થામાં કોઈપણ વૈષ્‍ણવને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે વૃજધામ ગ્રુપે તથા સજાવટ ગ્રુપે વ્‍યવસ્‍થાનું આયોજન કરેલ છે. દર્શનનો સમય સાંજે ૯ કલાકે શયનમાં  ખુલશે. તેમ ટ્રસ્‍ટી ગોવિંદભાઈ દાવડાની યાદી જણાવે છે.

તસ્‍વીરમાં કેતનભાઈ આડેસરા, અશ્‍વિનભાઈ વડગામા, નવીનભાઈ ચંદે, પિયુષભાઈ અઘેરા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(2:02 PM IST)