<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

નાટયક્ષેત્રે નોંધપાત્ર ઘટનાઃ યાજ્ઞિક પરિવારની ચોથી પેઢીનું રંગભૂમિ પર પદાર્પણ

કલા નિકેતન અને બીવાયટીટી દ્વારા ૧૭મી જૂને પ્રશિષ્‍ટ નાટયકૃતિ ‘‘અમે બરફના પંખી ''નું મંચન ભરત યાજ્ઞિકની પોૈત્રી ‘વરદા'આ નાટકમાં મુખ્‍ય ભૂમિકા કરશે :એક જ પરિવારનું રંગમંચ સાથે એક સદીથી વધારે સમયનું જોડાણ : આમંત્રીતો માટે બે શો કલા નિકેતન- ભરત યાજ્ઞિક થિયેટર થેરેપીના નાટકો - તુગલક, છોકરી નોકરી તોબા તોબા, આંખોની આરપાર એકવાર, પહાડનું બાળક ઝવેરચંદ મેઘાણી, માણસાઈના દીવા, સુર મધુ કલાપી. જીથરો ભાભો, મહા-યાણ, નાયક-પ્રતિનાયક, ગ્રહણ, શકાર, ઈડીપસ, મેજર એલ્‍યુમિનિયમ... વગેરે જેવા ૭૧ સર્જનો આ સંસ્‍થાએ આપ્‍યા છે.

રાજકોટઃ શહેરમાં રંગભૂમિ ક્ષેત્રે એક નોંધપાત્ર ઘટના ૧૭મી જૂને બનશે. પાંચ દાયકા જૂની, જાણીતી અને લોકપ્રિય થયેલી નાટયકળતિ ‘અમે બરફના પંખી' અહીં ભજવાશે તે તો મહત્‍વનું છે જ પરંતુ સૌથી મોટી વાત એ છે કે રાજકોટમાં આ પ્રવળત્તિને જીવંત રાખનાર ભરત યાજ્ઞિક પરિવારની ચોથી પેઢી રંગભૂમિ ઉપર પદાર્પણ કરી રહી છે. ૧૭મી જૂને અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે ભજવાનારા નાટક ‘અમે બરફના પંખી' માં મુખ્‍ય ભૂમિકા વરદા રાજુ યાજ્ઞિક કરશે જેઓ પરિવારની, આ પ્રવળત્તિના ચોથી પેઢીના વારસ છે.

પળથ્‍વી થિયેટર્સ, મુંબઈમાં કામ કર્યા પછી સૌરાષ્‍ટ્રમાં સ્‍થાયી થઈને સ્‍વ. પ્રેમશંકર યાજ્ઞિકે ૧૯૫૫માં રાજકોટમાં કલા નિકેતન સંસ્‍થાની શરુઆત કરી હતી. આ સંસ્‍થાએ ગુજરાતી રંગમંચને પ્રશિષ્ટ અને પ્રયોગશીલ એવા અનેક નાટક આપ્‍યાં જેની યાદી તો લાંબી છે. જીવન ચરિત્રો, રૂપાંતરો, મૌલિક સર્જનોની એક મોટી પરંપરા સર્જી. આ આખી યાત્રા નાટયકાર ભરત યાજ્ઞિકે તેમના જીવન સંગિની રેણુ યાજ્ઞિક અને કલાકાર, કસબીઓના મોટા પરિવાર સાથે આગળ ધપાવી. આકાશવાણીના ૪૧ વર્ષના કાર્યકાળની સાથે જ તેમણે વિશિષ્ટ નાટક આપ્‍યાં. તેમના પુત્ર રાજુ અને પુત્રવધૂ પ્રેમલ યાજ્ઞિકે પણ પરિવારની આ વિરાસતને સાચવીને આગળ ધપાવી. હવે ભરતભાઈની પૌત્રી વરદા યાજ્ઞિક આ નાટકમાં મુખ્‍ય ભૂમિકા કરશે. બાળપણથી રંગભૂમિ, એકપાત્રીય અભિનય, નળત્‍યમાં પારંગત વરદાએ રાજ્‍ય સ્‍તરની સ્‍પર્ધાઓમાં ઈનામ મેળવ્‍યાં છે. દાદા-દાદીએ તેને કળાના સંસ્‍કાર આપ્‍યા. પિતાએ અભિનયની પ્રતિભા ખીલવી, માતાએ શિક્ષણ, નળત્‍ય ક્ષેત્રે પારંગત કરીને આત્‍મવિશ્વાસ પૂર્યો. હવે અમે બરફના પંખી નાટક નાટક દ્વારા તે સ્‍વતંત્ર અભિનેત્રી તરીકે પગરણ માંડશે. ૧૭મી જૂને અરવિંદભાઈ મણિયાર હોલમાં નિમંત્રીતો માટે આ શો થશે. પ્રયોગશીલ નાટક ભજવવા માટે પ્રખ્‍યાત આ કલા સંસ્‍થા ઘણા સમય પછી સામાજિક નાટક લઈને આવી રહી છે.

 તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વશ્રી  રાજુ યાજ્ઞિક, પ્રેમલ યાજ્ઞિક, વરદા યાજ્ઞિક અને અદવેત અંતાણી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરિયા)

શું છે‘અમે બરફના પંખી'?

રાજકોટઃ મરાઠી લેખક વસંત કાનેટકર લિખિત આ નાટકનો અનુવાદ પ્રખ્‍યાત નાટયકાર કાન્‍તિ મડિયાએ કર્યો હતો. ચાર દાયકા પુર્વે ભજવાયેલા આ નાટકમાં સમયાનુસાર ફેરફાર કરાયો છે, પરંતુ તેના હાર્દ અને તેના કથાનકને તો યથાવત રખાયા છે. ડોક્‍ટર માતા અને વકીલ પિતાની યુવાન, હસતી, રમતી, ગાતી, જીવંત પુત્રીને અચાનક એક અસાધ્‍ય બીમારી લાગુ પડે છે. પરિવાર-સમાજની અન્‍ય સમાંતર ઘટનાઓ વચ્‍ચે આ આખો એક સમય શરુ થાય છે અને પછી સર્જાય છે જીવનના ઝંઝાવાત.... અંતે શું? તેના લગ્ન ઉદ્યોગપતિના પુત્ર સાથે થાય છે કે નહીં? શું તેને નવ જીવન મળે છે? તે બધું તો નાટક જોયા પછી જ ખબર પડે. નાટકનું નિર્માણ ડૉ. પ્રેમલ રાજુ યાજ્ઞિકે કર્યું છે. દિગ્‍દર્શન ભરત યાજ્ઞિકનું અને સંગીત ડૉ.ઉત્‍પલ જીવરાજાનીનું છે. નાટકમાં રાજુ યાજ્ઞિક, પલ્લવી વ્‍યાસ, રમીઝ સાલાણી, અદ્વૈત અંતાણી, નીપા અંતાણી, વરદા યાજ્ઞિક, અમિત વાઘેલા, અભય વસાણી, જતીન ડોડીયા અભિનય કરી રહ્યા છે.

(2:04 PM IST)