હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છથી આવેલી ગૌમાતાઓને નવકાર મંત્ર અને માંગલિક બોલી ઘાસચારો અર્પણ કરાયો

જૈન સોશયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા કચ્છથી આવેલી ગૌમાતાઓ (રતનપર પાસે આવેલા મેદાનમાં) ઘાસચારો અર્પણ કરવામાં આવેલ છે.જૈન સોશયલ ગ્રુપ રાજકોટના પ્રમુખ મહેશભાઈ શાહ, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ખજુરીયા, સેક્રેટરી વિરેન્દ્રભાઈ સંઘવી, ખજાનચી હરેશભાઈ દોશી, મિતલબેન શાહ, રીટાબેન ખજુરીયા, નિલેશભાઈ ભાલાણીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ તમામ જીવોને સાતા મળી રહે તે માટે નવકાર મંત્ર અને માંગલિકનું પઠન કરવામાં આવ્યું હતું. આ જીવદયાના કાર્યમાં જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના જીવદયા અભિયાન પનાહ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ ચેરમેન નિલેશભાઈ ભાલાણી (ભીમભાઇ), મોરબી રોડ રતનપર પાસે કચ્છમાંથી આવેલી ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા સંભાળી રહ્યા છે એમણે પણ હાજરી આપી હતી. આ જીવદયાના કાર્યોમાં જૈન સોશયલ ગ્રુપ રાજકોટ વેસ્ટના પ્રદીપભાઈ પૂજાણીના માર્ગદર્શન સાથે સહુ કોઈનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો. જીવદયા, માનવતા અને સામાજિક કાર્યોમાં દાતાઓનો સહકાર માટે પણ આયોજકોએ આભાર માન્યાનું સંસ્થાન શ્રી વિરેન્દ્ર સંઘવી (મો.૯૪૦૯૦ ૧૮૫૭૦)ની યાદીમાં જણાવાયું છે.










