<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

દશનામ ગોસ્‍વામી જાગૃતિ મંડળ દ્વારા રવિવારે નોટબુક વિતરણઃ વિદ્યાર્થી સન્‍માનના ફોર્મ ભરાશે

રાજકોટઃ શ્રી દશનામ ગોસ્‍વામી જાગૃતિ મંડળ રાજકોટ છેલ્લા સ્‍વજ્ઞાતિના વિદ્યાર્થીભાઈ-બહેનો માટે ટોકન દરે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાય રહેલ છે. આ વર્ષે તા.૧૪ રવિવારના સવારે ૮ વાગ્‍યાથી પૂ.શ્રીરણીછોડદાસજી બાપુ કોમ્‍યુ. હોલ આનંદનગર ખાતે દશનામ ગોસ્‍વામી જ્ઞાતિનાં વિદ્યાર્થીઓ માટે ટોકન દરે (રૂ.૧૦૦ ની ૧૦નંગ) નોટબુક વિતરણ કાર્યક્રમ અને સાથે સાથે વિદ્યાર્થી સન્‍માનના કાર્યક્રમના તૈયારીના ભાગરૂપે  માર્કશીટની નકલ અને ઓરીજનલ માર્કશીટ સાથે રાખવી તથા ફોર્મ ભરવાની એકત્ર કરવાની કામગીરી યુવક મંડળના કાર્યકરો દ્વારા કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

કાર્યક્રમમાં પ્રેમગિરિ દેવાગિરિ, સ્‍વ.નિર્મળાબેન જેરામગિરિ, પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ, નિલેશપુરી શિવપુરી, અરવિંદગિરિ પ્રભાતગિરિ, પ્રવિણભારથી ધરમભારથી (પી.ડી), પ્રમોદપુરી મોહનપુરી, રામદેવપુરી અશોકપુરી, રમેશગીરી જગદીશગીરી (ખેરડી), કૈ.વા.દિલીપપુરી કેશુપુરી, પ.પૂ. લલિતાબા નથુગિરિ, હરેશવન બટુકવન, આશિષપુરી મગનપુરી, કૈ.વા.અશોકગિરિ હમીરગિરિ, જ્‍યોતિષગિરિ ફુલગિરિ, શ્રી જ્‍યોતિષગીરી હિરાગીરી, પ્રતાપપુરી ભગવાનપુરી (જસદણ), ઓતમગિરિ પ્રભાતગિરિ (જસદણ), મહંતશ્રી આનંદપુરી બાબુપુરી, શ્રી પ્રવિણપુરી યશવંતપુરી (મિલનપુરી), એસ.એસ. ગોસાઈ વગેરે દાતાઓનો સહયોગ મળેલ છે. જ્ઞાતિના ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તેમાં આ વખતે સોમનાથ મંદિરના પૂનઃનિર્માણના ૭૫ વર્ષની થીમ રાખેલ છે.

તમામ દશનામ ગોસ્‍વામી સમાજના લોકોને લાભ લેવા મંડળ પ્રમુખ પ્રવિણભારથી ડી.ગોસ્‍વામી, મહામંત્રી ભુપતપુરી એમ.ગોસાઈ, ઉપપ્રમુખ દીપકગિરિ બી.ગોસાઈ, અધ્‍યક્ષ પ્રફુલગિરિ ટી.ગોસ્‍વામી, ઉપાધ્‍યક્ષ જ્‍યોતિષગિરિ રામગિરિ તથા ગૌતમગિરિ સી.ગોસ્‍વામી, અશ્‍વિનગિરિ હિરાગિરિ, વિજયગિરિ અમૃતગિરિ, ધર્મેન્‍દ્રગિરિ ચતુરગિરિ, સુરેશગિરિ શાંતીગિરિ, વિરલપુરી ધરમપુરી, અમિતગિરિ રાજેષગિરિ, વિપુલગિરિ પરસોત્તમગિરિ, અમુલગિરિ અરવિંદગિરિ, આશિષપુરી મગનપુરી, ચિરાગગિરિ પ્રફુલગિરિ વગેરેએ અનુરોધ કરેલ છે.

તસ્‍વીરમાં પ્રવિણભારથી ધરમભારથી પ્રમુખશ્રી, ભુપતપુરી મહાદેવપુરી-મહામંત્રી, અશ્‍વિનગીરી હીરાગીરી, ગૌતમગીરી ચમનગીરી, દીપકગીરી બાબુગીરી, વિપુલગીરી પરોસોત્તમગીરી, જ્‍યોતીષગીરી સમગીરી, ધરમેન્‍દ્રગીરી ચતુરગીરી, અમીતગીરી રાજેશગીરી, કૈલાશગીરી હંસગીરી, વિરલપુરી ધરમપુરી, કૈલાશપરી ચંદુપરી, હરેશભારથી હસમુખભારથી, આષીશપુરી મગનપુરી, અંકીતપુરી શંભુપુરી, આષીશભારથી કિરણભારથી નજરે પડે છે

 

(2:31 PM IST)