<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

આજી વસાહત આંબેડકરનગરમાં ચંપાબેન અને પુત્ર પર હુમલો

પાડોશી વૈશાલીબેન, પ્રકાશભાઇ, વિજયએ ધોકાવાળી કરી

રાજકોટ તા. ૧૨: આજી વસાહત પાસે આંબેડકરનગર-૧૪માં રહેતાં કિશન પુંજાભાઇ પરમાર (ઉ.વ.૩૧) પર વિસ્‍તારમાં જ રહેતાં વૈશાલીબેન ચાવડા,  પ્રકાશભાઇ ચાવડા અને  વિજયભાઇએ હુમલો કરી ધોકાથી માર મારતાં માતા ચંપાબેન પુંજાભાઇ પરમાર (ઉ.વ.૫૪) વચ્‍ચે પડતાં તેના ઉપર પણ હુમલો કરવામાં આવતાં બંને મા-દિકરાને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરી હતી. ચંપાબેનના કહેવા મુજબ તેના દિકરા સાથે પહેલા આ લોકોએ માથાકુટ કરી માર માર્યો હતો. બાદમાં પોતે સમજાવવા જતાં પોતાના ઉપર પણ હુમલો થયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(3:35 PM IST)