<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

રાજકોટમાં ગુરૂવારથી છ દિવસીય હોકી સ્‍પર્ધા

ગુજરાત સ્‍ટેટ ચેમ્‍પિયનશીપ ર૦ર૬ અંતર્ગત રાજયભરમાંથી સીનીયર વિમેન્‍સ અને મેન ટીમો ભાગ લેશે

રાજકોટઃ તા.૧ર, હોકી ગુજરાત અને ઓમ્‍નિટેક એંન્‍જીનિયરિંગ લિમિટેડ તથા રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટ ખાતે સિનિયર મહિલા અને સિનિયર પુરુષ વર્ગની હોકી ગુજરાત રાજ્‍ય ચેમ્‍પિયનશિપપ્ર૨૦૨૬નું આયોજન કરવામાં આવ્‍યું છે. મેજર ધ્‍યાનચંદ હોકી સ્‍ટેડિયમ, રાજકોટ ખાતે યોજાનારી આ પ્રતિષ્ઠિત સ્‍પર્ધામાં રાજ્‍યભરની સંલગ્ન જિલ્લા હોકી ટીમો ભાગ લેશે.

આ ચેમ્‍પિયનશિપ અંતર્ગત સિનિયર મહિલા વર્ગની સ્‍પર્ધા તા. ૧૮ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જ્‍યારે સિનિયર પુરુષ વર્ગની સ્‍પર્ધા તા. ૨૧ થી ૨૩ જૂન, ૨૦૨૬ દરમિયાન, કુલ છ દિવસની યોજાશે.

આ સ્‍પર્ધામાં ગુજરાત રાજ્‍યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી સિનિયર ખેલાડીઓની ટીમો ભાગ લેશે. આ સ્‍પર્ધામાં ખેલાડીઓ પોતાની  કુશળતા, રમતગમતની શિસ્‍ત અને ટીમ સ્‍પિરિટનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. સ્‍પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ ૧૭૦પ્રવિમેન્‍સ, ૧૮૦ મેન્‍સ તથા ૩૦-ઓફિસિયલ્‍સ માટે રહેવાની અને જમવાની વ્‍યવસ્‍થા આયોજકો તરફથી કરવામાં આવી છે, આ ટુર્નામેન્‍ટમાં હોકી ગુજરાત, ઓમ્‍નિટેક એંન્‍જીનિયરિંગ લિમિટેડના CMD   ઉદયભાઈ પારેખ, આર. કે. જૈન ફાઉન્‍ડેશન તેમજ AVR (વિક્રમ) વાલ્‍વસ પ્રા. લી. ના ચેરમેન  વિક્રમભાઈ જૈન, છનિયારા એન્‍જીનિયરીંગ ના માલિક   યોગીનભાઇ છનીયારા તેમજ અહેસાસ ટ્રસ્‍ટ દ્વારા આર્થિક સહયોગ તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વેન્‍યુ પાર્ટનર તરીકે સહયોગ પ્રાપ્ત થયો છે.

આ સ્‍પર્ધાનું એક વિશેષ મહત્‍વ એ છે કે, આમાંથી ગુજરાત રાજ્‍ય સિનિયર મહિલા અને પુરુષ હોકી ટીમની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા ખેલાડીઓ આગામી સમયમાં રાજ્‍યનું પ્રતિનિધિત્‍વ કરશે. 

આ સ્‍પર્ધાના સફળ આયોજન માટે હોકી ગુજરાતના વાઈસ પ્રેસિડેન્‍ટ મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ હોકી ગુજરાતના પ્રમુખ આર વી શેલાર, સેક્રેટરી   વિજય કાર્પે, હોકી રાજકોટના હોદેદારો   વિનેશ પટેલ,   વિક્રમસિંહ રાણા, યોગીન છનીયારા,   નિતીન ચૌધરી, જયદેવસિંહ જાડેજા તેમજ અહેસાસ ટ્રસ્‍ટના કૌશિક સોલંકી, શ્રી નિヘલ સંઘવી, કુ.  કિન્નરી પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. 

(3:36 PM IST)