તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th June 2026
યાદોના ઝરૂખે વિજયભાઈઃ પ્રથમ પુણ્યતિથિએ ધનસુખ ભંડેરીએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

રાજકોટઃ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના શિર્ષસ્થ નેતા સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિજયભાઈ રૂપાણી સાથે દાયકાઓ જૂનો અને અત્યંત નિકટનો રાજકીય તેમજ સામાજિક નાતો ધરાવતા ભાજપના અગ્રણી ધનસુખભાઈ ભંડેરી (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧) એ તેમને યાદ કરી ભાવભીની શ્રધ્ધાંજલી આપતા યાદગાર સંભારણા અને જૂના દિવસોને વાગોળતા જણાવ્યું હતું કે, વિજયભાઈ માત્ર એક કુશળ વહીવટકર્તા કે મુખ્યમંત્રી નહોતા, પરંતુ કાર્યકરોની ચિતા કરનારા સાચા માર્ગદર્શક અને મિત્ર હતા. રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. સંગઠનથી લઈને સરકાર સુધીની તેમની સફર દરમિયાન કાર્યકરો સાથેનો તેમનો જીવંત સંપર્ક હંમેશાં પ્રેરણાદાયી રહ્યો છે.
વિજયભાઈની પ્રથમ પુણ્યતિથિએ ધનસુખભાઈ ભંડેરીએ તેમની સાથેની એક સંભારણા સમાન તસવીર શેર કરીને સદગતના પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને જણાવ્યું હતું કે, વિજયભાઈ ભલે આજે આપણી વચ્ચે સદેહે નથી, પરંતુ તેમણે ચીંધેલો જનસેવાનો માર્ગ અને તેમની સ્મૃતિઓ સદાકાળ કાર્યકરોના હૃદયમાં જીવંત રહેશે
(3:13 PM IST)










