હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વ. વિજયભાઈ રૂપાણીની પુણ્યતિથિએ જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગોે સેવા મંડળ દ્વારા ૧૧૨ મણ ઘાસચારો અર્પણ

રાજકોટ : જીવદયાપ્રેમી પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે જીવદયા ગ્રુપ રાજકોટના મોભી ઉપેનભાઈ મોદીના માર્ગ દર્શન હેઠળ અને બાપા સીતારામ ગોે સેવા મંડળના સમીરભાઈ કામદારની જહેમતથી ૧૧૨ મણ ઘાસચારો નંદીની ગોેશાળામાં ગોેમાતાઓને અર્પણ કરવામાં આવેલ. અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્વ. વિજયભાઈ રૂપાણી દર વર્ષે પવિત્ર તહેવારોમાં જીવદયા ગ્રુપ સાથે હાજર રહી હજારો મણ ઘાસચારો પાંજરા પોળ ગૌશાળાને અર્પણ કરતા. તેઓ હંમેશા જીવદયા કાર્યને અગ્રતા આપતા. રાજકોટ જ નહી પરંતુ ગુજરાત માટે જીવદયા ના અનેક કાર્યો કરેલા. ત્યારે તેમને યાદ કરીને જીવદયા ગ્રુપના સભ્યએ આ પૂર્ણ કાર્ય કર્યુ હતુ. જીવદયા કાર્યને સફળ બનાવવા પ્રકાશ મોદી, વિરેન્દ્ર સંઘવી, નિરવ સંઘવી, સંધ્યા મોદી, અરૂણ નિર્મળ, અજય વખારીયા, પ્રતિક સંઘાણી, રાજુ પારેખ, હીરેન કામદાર, અજય વખારીયા, મેહુલ રવાણી, હર્ષદ મહેતા, ભરત બોરડીયા, હીતેશ દોશી, હિમાંશુ ચિનોય, અશોક ગજેરા, જયસુખ હરસોરા, હરેશ દોશી, કિર્તીભાઈ પારેખ, દીનેશ મોદી, વિજય દોશી, વિમલ શેઠ, વસંત કામદાર, દીપક શેઠ, મલય શેઠ, શૈલેષ ઉદાણી, નીલેશ શાહ, નિલેશ દોશી, બાબુ ભલગામા, દીપક લખતરિયા, સ્વ.હરેશભાઈ વીંછી પરિવાર, જીગર દોમડીયા, નીખીલ શાહ, મનોજ પારેખ, શિલ્પા પારેખ, દીના મોદી, હીના સંઘવી, ડોલી રવાણી, હેતલ દોશી, યોગેશ શાહ, મેહુલ સંઘાણી, રીટા દોશી, નીતા કામદાર, કલાશ્રી દોમડીયા, આરતી દોશી, અલ્કા બોરડીયા, પ્રશાંત દોશી, પૂજા દોશી, વંદના મહેતા, હેતલ મહેતા, ભરત રાણપરા, ફુલ જોગીયા, હરેન મહેતા, જીજ્ઞેશ શાહ, બકુલા શાહ, અંકીતા મહેતા, ડીમ્પલ શાહ, છાયા શાહ, વંદના પંડયા, બીના દોશી, ફીરોઝ ચારણીયા, જય બાટવીયા, રીયા બાટવીયા, નીરવ પારેખ, શ્રધ્ધા પારેખ, કલ્પેશ મોડાસરા, સંજય ચાંડેગરા, પરેશ મોદી, રોનીલ કાનાબાર, દીપક વેરૈયા, કેતના વોરા, નીરજ પરમાર, અંકુર મકવાણા, જૈનમ દામાણી, વિશાખા દામાણી, ભાવીશા બાટવીયા, દક્ષા મહેતા, મીના પારેખ, જીજ્ઞાસા મોદી, હેમા મોદી, પારસ મોદી, હેતલ દોશી, કાજલ મીઠાણી, પાર્થ સંઘવી, જીમી સંઘવી, દીવ્યેશ કામદાર, નેગીભાઈ ધોળીયા, યોગેશ મહેતા, ડી.એમ.જોશી, હરીશ હરીયાણી, દીગ્વિજયસિંહ ઝાલા, અશ્વિન અજમેરા, સંજય કામદાર, રાજુ મોદી, ચીરાગ કોઠારી, રૂષભ વખારીયા, ભરત મહેતા, પ્રતિભા મહેતા વગેરેએ જહેમત ઉઠાવેલ. પોતપોતાના ઈષ્ટદેવની એક એક માળા કરી સ્વ. વિજયભાઈ રૂપાણી તેમજ પ્લેન ક્રેસના ૨૪૨ હતપ્રભને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.










