<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

વૈચારિક પ્રતિબદ્ધતા, દ્રઢ આત્‍મવિશ્વાસ, સામાજિક સંવેદનશીલતા અને વ્‍યક્‍તિગત જીવનમાં સૌ કાર્યકર્તા માટે શુદ્ધ સાત્‍વિક પ્રેમનું પ્રતિક એટલે વિજય રૂપાણી...

રાજકોટઃ રાજકોટના પનોતા પુત્ર ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી ભારતીય જનતા પાર્ટીના કરમઠ કાર્યકર્તા અને રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના ખૂબ જ સમર્પિત સ્‍વયંસેવક શ્રી વિજય રમણીક લાલ રૂપાણી.... કલ્‍પના પણ નથી આવતી કે શ્રી વિજયભાઈ રૂપાણી ના નામની આગળ સ્‍વર્ગસ્‍થ શબ્‍દ લગાડવો પડે કારણ કે સૌ માટે સ્‍વજન સમાન શ્રી વિજયભાઈ રાજકોટ સૌરાષ્ટ્ર માટે તો એક આત્‍મીય સ્‍વજનથી વિશેષ હતા. શ્રી રમણીક લાલ રૂપાણી કે જે મૂળભૂત રીતે બરમા એટલે કે વર્તમાન બ્રહ્મદેશ થી રાજકોટ આવી અને સ્‍થાયી થયા હતા અને સુખી સંપન્ન અને ખાનદાન પરિવાર એટલે રૂપાણી પરિવાર બધા જ ભાઈઓમાં સૌથી નાના એટલે શ્રી વિજયભાઈ. રાજનૈતિક ક્ષેત્રમાં તેમનું પ્રદાન તેમના કાર્યો તેમની સક્રિયતા તો આપણને સૌને ખબર છે અને આ વિષય વસ્‍તુઓના સંદર્ભમાં તેઓનું પ્રદાન ઉડીને આંખે વળગે તેવું છે પરંતુ શ્રી વિજય રૂપાણી એક વ્‍યક્‍તિ તરીકે અને વ્‍યક્‍તિત્‍વ ના સંદર્ભ ની અંદર કેટલીક બાબતો ની ખાસિયત તેમનામાં હતી અને આગવી લાક્ષણિકતા પણ હતી. આ લાક્ષણિકતા નો પરિચય તો જેમણે તેની સાથે વિદ્યાર્થી કાળથી કે યુવા કાળથી કામ કર્યું છે અને સાથોસાથ જે જૂની લાખાજીરાજ સાહેબ  શાખામાં સાથે કબડી રમ્‍યા હોય અને ખભે ખભા મિલાવી કામ કરતા હોય અથવા તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સાથે જે કાર્યકર્તા બંધુ ભગીનીઓએ કામ કર્યું હોય તેને બખૂબી ખબર હોય કે શ્રી વિજય રૂપાણી નામનું વ્‍યક્‍તિત્‍વ કયા પ્રકારની લાક્ષણિકતા ધરાવતું હતું અને આ એક વિરલ વ્‍યક્‍તિત્‍વ કેવી રીતે બની શક્‍યું.

 બાલ્‍યકાળથી શ્રી વિજયભાઈ રૂપાણી રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના સંપર્કમાં આવ્‍યા આમ તો તેમના મોટાભાઈ શ્રી પ્રવીણભાઈ રૂપાણી અને શ્રી વસંતભાઈ ખોખાણી આ બંને સૌરાષ્ટ્રના ખૂબ જ અગ્રણી એવા વિદ્યાર્થી આગેવાનો હતા. પ્રવીણભાઈ રૂપાણી અને વિજયભાઈ રૂપાણી ના ઘડતરમાં અનેક વડીલોનો ફાળો હશે પણ સૌથી વધારે ફાળો જાણીતા વિચારક ચિતક અને એક પ્રકારે કહી શકાય કે મૌલિક ચિતક સમાન અને વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્ર પરિવારમાં ખૂબ જ પ્રતિષ્ઠિત વક્‍તા અને વિચારક એટલે શ્રી વસંતભાઈ ખોખાણી, વસંતભાઈ મુંબઈ ખાતે સંઘના પ્રચારક પણ હતા અને પછીથી રાજકોટ સ્‍થાયી થયા અને આ બંને ભાઈઓમાં જે પ્રકારની ટેલેન્‍ટ પડેલી હતી તેને પીછાની શક્‍યા અને એક કુંભાર જે રીતે માટલાને ટપાકા મારીને મજબૂત રીતે તેનું ઘડતર કરે છે તે જ પ્રકારે શ્રી પ્રવીણભાઈ રૂપાણી અને વિજયભાઈ રૂપાણી નું ઘડતર શ્રી વસંતભાઈ ખોખાણી અને અન્‍ય વડીલો એ કર્યું હતું...વિધિની લેખની કયા પ્રકારની હશે અને આપણે ત્‍યાં ઉક્‍તિ છે કે ન જાણ્‍યું જાનકી નાથે સવારે શું થવાનું છે તે પ્રકારે શ્રી વિજયભાઈ રૂપાણી ના નિવાસ્‍થાને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ વિદ્યાર્થી પરિષદના જુના આગેવાનોને બોલાવ્‍યા અને ખાસ તો વિનંતી કરી શ્રી વસંતભાઈ ખોખાણી ને તેઓની નાદુરસ્‍ત તબિયત છતાં વિજયભાઈના આગ્રહને કારણે અને ખાસ કરીને વિદ્યાર્થી પરિષદના જુના કાર્યકર્તાઓને મળવાનું થશે એ નાતે રાત્રે શ્રી વસંતભાઈ ખોખાણી વિજયભાઈ રૂપાણી ના નિવાસ્‍થાને આવ્‍યા શ્રી વિજયભાઈ રૂપાણી અંજલીબેન રૂપાણી સંજીવભાઈ ઓઝા પ્રદીપભાઈ વાળા દિલીપભાઈ ત્રિવેદી વિબોધભાઈ દોશી કમલેશ જોષીપુરા હરિશ શાહ સહિતના વિદ્યાર્થીઓ પરિષદ કાલના જુના કાર્યકર્તાઓ ની રાત્રે મંડળી જામી સાધારણ રીતે વસંતભાઈ ખોખાણી સમયસર આરામમાં જાય પરંતુ જાણે કે વિજયભાઈ સાથેની આ મીટીંગ છેલ્‍લી બની રહેશે તેવો તેમને અદેસો હશે અને રાત્રિના ૧૦:૩૦ વાગ્‍યે તેઓએ કાર્યકર્તાની ભૂમિકા શું હોઈ શકે વિજય તારી અનેક પ્રકારની જવાબદારીઓ તે વહન કરી છે વર્તમાનમાં તું પંજાબમાં પ્રભારી છે પરંતુ વિજય આખરે તો આપણે સૌ જે કામ કરી રહ્યા છીએ તે માત્રને માત્ર ભારતમાતાને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે કામ કરી રહ્યા છીએ.... આ બાબતને કેટલાક ઉદાહરણો વસંતભાઈ ખોખાણી એ જૂન પ્રથમ સપ્તાહ ૨૦૨૬ એટલે કે અકસ્‍માતના એકદમ આઠ દિવસ પહેલા જ વિજયભાઈ રૂપાણી ના ઘેરે આપ્‍યા...આ તકે વિજયભાઈ રૂપાણીએ વસંતભાઈ ખોખાણી અને અન્‍ય કાર્યકર્તાઓને જે વાત કરી તે ખૂબ જ મહત્‍વની હતી કે ઈશ્વરે આપણને આ દેવી કાર્યમાં  કામ કરવાની તક આપી છે.... મારે આમ તો ઇંગ્‍લેન્‍ડના પ્રવાસે જવાનું હતું પરંતુ પંજાબમાં પેટા ચૂંટણી છે તેથી હું મોડો જાઉં છું આખરે તો આપણે સૌ કાર્યકર્તા જે ધ્‍યેય ને વરેલા છીએ ક્‍યારે આપણને જે કામ આપણા વડીલો સોંપે તે આપણે પૂરું કરવું જોઈએ અને આ પ્રકારે રાત્રિના વિદ્યાર્થી પરિષદના તત્‍કાલીન જુના કાર્યકર્તાઓ અને વર્તમાન સમયમાં સંઘ અને અન્‍યત્ર નેતૃત્‍વ કાર્યકર્તા કાર્યકર્તાઓ ની છેલ્‍લી બેઠક રાત્રીના ૧૨:૦૦ વાગે પૂરી થઈ...કોઈને ખ્‍યાલ પણ નહોતો કે થોડા દિવસો પછી આજે સાત્‍વિક સત્‍સંગ હસી મજાક અને સંઘના જુના ગીતો ગાવાની જે રમઝટ બોલી છે તે વિજયભાઈ રૂપાણી સાથેની છેલ્‍લી મુલાકાત બની રહેશે.

 શાળા જીવનમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની શાખામાં નિત્‍ય સ્‍વયંસેવક મુખ્‍ય શિક્ષક કાર્યવાહ સહિતની જવાબદારીઓ વહન કર્યા પછી તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કાર્યકર્તા તરીકે જોડાયા ધર્મેન્‍દ્રસિહજી કોલેજમાં આ મેઘાવી પ્રતિભાએ આવતા વેંત પોતાની ઓળખ પ્રસ્‍થાપિત કરી અને સૌને યાદ હશે કે ખાસ કરીને ધર્મેન્‍દ્રસિહજી કોલેજની કોલેજીયન ની ચૂંટણી અત્‍યંત મુશ્‍કેલ અને સૌરાષ્ટ્ર ભરના વિદ્યાર્થીઓ આગેવાનોની નજર ધર્મેન્‍દ્રસિહજી કોલેજમાં હંમેશા રહે આગલા જ વર્ષે શ્રી વિજય રૂપાણીજીના અંગત મિત્ર શ્રી અભય ભારદ્વાજ થોડા મતોથી ચૂંટણી હારી ગયા હતા. પરંતુ અભય ભારદ્વાજની અને મિત્રોની ખાસ ઈચ્‍છા કે'' વિજય તું સૌને સાથે લઈને ચાલી શકે એમ છો અને મારો સ્‍વભાવ થોડો ઉગ્ર છે પરંતુ તને ચૂંટણીમાં વાંધો નહીં આવે તો જીતી જઈશ અને થયું પણ એવું શ્રી વિજય રૂપાણી જંગી બહુમતીએ ચૂંટણી જીત્‍યા ચૂંટણી જીતવાની સાથે તેમણે જે સંકલ્‍પ કર્યો તે અત્રે વધારે મહત્‍વનો અને પ્રસ્‍તુત બની જાય છે અને તેમની આગવી ઓળખ પણ આપણને મળી રહે છે શ્રી વિજયભાઈ રૂપાણીએ સર્વપ્રથમ પ્રથમ વાર ધર્મેન્‍દ્રસિહજી કોલેજ ખાતે વિરાટ કાર્યક્રમ કરી અને શ્રી અટલ બિહારી બાજપાઈજીને વક્‍તા તરીકે બોલાવ્‍યા કોલેજ યુનિયનના કાર્યક્રમમાં વક્‍તા તરીકે અટલજી આવ્‍યા હોય તેવી આ ગુજરાતની પ્રથમ ઘટના પરંતુ યુવા વયના વિજય રૂપાણીની જીદ હતી અને તેથી જ મુરબ્‍બી શ્રી ચીમનભાઈ શુક્‍લ અને અન્‍ય વડીલોના માધ્‍યમથી વિજયભાઈએ કહ્યું કે મારે તો અટલજીને આ કોલેજમાં લાવવા જ છે મારી તીવ્ર ઈચ્‍છા છે કોઈપણ રીતે અટલજી અહીંયા આવવા જોઈએ અને તેઓ આ યુવાનની એક જીદ યુવાનનો એક પ્રેમ આ પ્રેમ ને સન્‍માન આપીને અટલજી કોલેજના કાર્યક્રમમાં આવ્‍યા અને કોલેજ નો કાર્યક્રમ સુપરહિટ થયો. થોડાક સમયમાં એટલે કે લગભગ બે વર્ષના ગાળા પછી ભારતમાં આંતરિક કટોકટી ની જાહેરાત થઈ દેશભરમાં વિદ્યાર્થી આગેવાનોથી લઈ ટોચના આગેવાનો જે છે એ જેલના સળિયા પાછળ ધકેલાયા...રાત્રિના પ્રથમ વારો વિજયભાઈ રૂપાણીના મોટાભાઈ શ્રી પ્રવીણભાઈ રૂપાણી નું આયોજન અને પોલીસ તેઓને સાબરમતી જેલમાં લઈ ગઈ આ નિર્ભયક યુવાન એટલે કે વિજય રમણીક લાલ રૂપાણી નામનો યુવા આગેવાન એ તૈયાર જ બેઠો હતો અને પોતાનો સામાન જેલમાં લઈ જવા માટે આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ની તૈયારી રાખીને બેઠા હતા. કદાચ પોલીસ પણ આヘર્યમાં ઘરકાવ થઈ ગઈ કે ૧૭ વર્ષનું આ યુવાન જરા પણ ડરતો નથી જરા પણ ડગતો નથી અને ઉલટાનો ઉત્‍સાહપૂર્વક પોતાનો સામાન તૈયાર કરે છે અને ખાસ કરીને પરમ પૂજ્‍ય ગુરુજી નું પુસ્‍તક શોધી અને સાથે લઈ જાય છે કે કદાચ જેલમાં લાંબો સમય રહેવાનું આવે તો મુશ્‍કેલી ન પડે આમ ૧૭ સાડા ૧૭ વર્ષનો એક યુવાન પોતાના ભુપેન્‍દ્ર રોડ ઉપરના નિવાસ્‍થાન ની નાનકડી ડેલી માંથી નીકળી અને પોલીસવાન માં પૂછે છે ચાલો ભાઈ મારે ક્‍યાં જવાનું છે કયા જિલ્‍લાની જેલમાં જવાનું છે......સરકાર અને તાનાશાહો પણ તેની કસોટી કરતા હોય તેમ શ્રી વિજય રૂપાણીને ભુજ જેલમાં મોકલે છે ભુજ જેલ એટલે આંતરરાષ્ટ્રીય ગુનેગારો દાણચોરો અને ખૂંખાર ગુનેગારો ને રાખવાની જગ્‍યા પણ જરા પણ ગભરાયા વગર જેલમાં જ્‍યારે સમી સાંજે ભુજ જેલમાં પ્રવેશ કરે છે ત્‍યારે વિજય રૂપાણી બોલે છે.... જેલ કે ફાટક ખોલ દો હમ મસ્‍તાને આયે હૈ.... આ સ્‍પીરીટ જે છે એ વિજય રૂપાણી નો સ્‍પીરીટ હતો. વિચાર કરો ૧૭ વર્ષનો એક યુવાન ખબર નથી ક્‍યારેય છૂટવામાં આવશે ત્‍યારે છોડવામાં આવશે છતાં પણ હિમતથી કટોકટીની સામેના સંઘર્ષમાં સામેલ થાય છે.

 જેલમાંથી છૂટીને પણ છાત્ર સંઘર્ષ સમિતિમાં પ્રવૃત્તિ થાય છે ખૂબ ઓછા લોકોને ખબર હશે પરંતુ લોક નાયક જયપ્રકાશ નારાયણ ની સંપૂર્ણ ક્રાંતિનું જે આંદોલન શરૂ થયું તેમાં જયપ્રકાશ જીએ શ્રી વિજય રૂપાણી સહિત પાંચ યુવાનોને પોતાની સાથે સ્‍ટેજ ઉપર સ્‍થાન આપ્‍યું હતું અને ભવિષ્‍યમાં જે ઉત્‍કૃષ્ટ પ્રદાન કરી શકે તેવા યુવાનો છે તેની પાસેથી પ્રવચન પણ કરાવ્‍યું હતું, કટોકટી બાદ આવેલી ચૂંટણીમાં શ્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર ભરમાં યુવા શક્‍તિને જાગૃત કરવા માટે જીલ્‍લે જિલ્‍લો તાલુકો પ્રવાસ કર્યા હતા અને ગામડે ગામડે જઈ સભાઓ સંબોધી સાથોસાથ રાજકોટ ખાતે પણ જનતા મોરચા એટલે કે લોકશાહીના સમર્થનમાં જબરદસ્‍ત કામ કર્યું હતું.

ચૂંટણી પૂરી થઈ અને ખાસ કરીને આ પ્રકારની પ્રવૃત્તિમાં જે સંકળાયેલા હતા તે સૌ કોઈને કોઈ સત્તા ક્ષેત્રમાં આવ્‍યા પરંતુ આ તકે મને બરાબર યાદ છે કે રાજકોટ જંક્‍શનની ત્‍યારની નેતાગીરી જ્‍યારે બેઠી હતી તેની સમક્ષ વિજય રૂપાણીજી અભય ભારદ્વાજજી સહિતના મિત્રો બેઠા હતા અને પૂછવામાં આવ્‍યું કે હવે શું પ્‍લાન છે તમારા યુવાનોનો ત્‍યારે શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે મારે શાસન ક્ષેત્રમાં કે સત્તાના ક્ષેત્રમાં હાલની તકે નથી જવું અત્‍યારે તો હું મારા જીવનના મહત્‍વપૂર્ણ સમયમાં બે વર્ષો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્ણ સમયના કાર્યકર્તા તરીકે સેવા આપવા માગું છું મારા જીવનનું આજે છે અને મારે આ દિશામાં મારો મક્કમ નિર્ધાર છે મારા માતા પિતાએ પણ મને આ દ્રષ્ટિથી અનુમતિ આપી છે ત્‍યારે હાલની તકે સત્તા ક્ષેત્રમાં મારે નથી આવવું પરંતુ આ બે વર્ષની મારી ટ્રેનિગ ગણો તપヘર્યા ગણો ત્‍યાર પછી જ રાજનૈતિક ક્ષેત્રમાં હું જવાબદારી લઈશ અને પાલડી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક નાનકડા રૂમમાં માંડ બે જણા આરામથી સુઈ શકે તેવા રૂમમાં આ કાર્યકર્તાએ પૂરું તપ કરી અને કામ કર્યું અને વિદ્યાર્થી પરિષદના પૂર્ણ સમયના કાર્યકર્તા પણ બન્‍યા અને ગુજરાત પ્રદેશના મહામંત્રી અને કેન્‍દ્રીય કારોબારીના સભ્‍ય પણ બન્‍યા. વિદ્યાર્થી પરિષદના પુરા સમયના કાર્યકર્તા તરીકે જવું એ આ પરિવાર માટે પણ કસોટી હતી કારણ કે પરિવાર ખૂબ જ સુખી સંપન્ન પરિવાર હતો આર્થિક રીતે પણ સુખી એવો આ પરિવાર હતો એ પરિવારમાંથી યુવાન જે છે એ પોતાનો બિઝનેસ કે ધંધો આગળ વધારવાને બદલે રાષ્ટ્રજીવન માટે બે વર્ષો આપે તે થોડું મુશ્‍કેલ તો હતું પરંતુ રૂપાણી પરિવાર એ ખુશીથી શ્રી વિજય રૂપાણીજીને પૂરા સમયના કાર્યકર્તા તરીકે એટલે કે પ્રચારક તરીકે કામ કરવા માટેની અનુમતિ આપી.

 કટોકટી પછી વિદ્યાર્થીઓ પરિષદનું વારાણસી ખાતે અધિવેશન હતું અને વારાણસી ખાતેના અધિવેશન પહેલા રાજકોટના કાર્યકર્તાઓ દિલ્‍હી ખાતે અલગ અલગ સ્‍થાનોની મુલાકાત માટે ગયા હતા એ સમયે બિરલા મંદિરની અંદર એક દામોદરન કરીને વ્‍યક્‍તિ સતત એ પ્રકારે બોલતી હતી કે ગાંધીજીની હત્‍યા આરએસએસ એ કરી છે અને વિદ્યાર્થી પરિષદના આ યુવાનોએ બે હાથ જોડીને તેને વિનંતી પણ કરી કે આરએસએસ નું નામ તમે ના લો. પરંતુ આ દામોદર જ નામની વ્‍યક્‍તિ એ ચાલુ જ રાખ્‍યું ત્‍યારે એક બે યુવાનો જે પૈકી એક હું હતો ઉશ્‍કેરાઈ ગયા અને અમારી ધરપકડ દિલ્‍હી પોલીસ દ્વારા કરવામાં આવી દિલ્‍હી પોલીસ દ્વારા કરવામાં આવી અને નજીક ના પોલીસ સ્‍ટેશન લઈ ગયા ત્‍યારે નેતૃત્‍વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શ્રી વિજય રૂપાણી પોલીસ સ્‍ટેશન આવ્‍યા અને મક્કમતા સાથે તેમણે કહ્યું કે આ યુવાનોને છોડી દો આ યુવાનો તો સાચી વાત કરી રહ્યા હતા. આ યુવાનોને લીધા વગર હું અહીંથી આગળ નહીં વધુ આ પ્રકારનું મક્કમ મનોબળ શ્રી વિજય રૂપાણી નું હતું....

સાચી વાત સોય ઝાટકીને કહેવાની આ કાર્યકર્તાની વિશેષતા હતી અને પૂરી વિનમ્રતા સાથે પણ સંગઠનમાં અને બેઠકોમાં જે સાચી વાત સંગઠનના હિતની વાત લાગે તે હંમેશા સ્‍પષ્ટ રીતે કહેવાની ખાસિયત શ્રી વિજય રૂપાણી ધરાવતા હતા.

રાજકોટના કાર્યકર્તાઓ માટેની સવારે ઓપીડી ખૂબ જ શુભેચ્‍છા હતી અને વિજય રૂપાણીજી પણ હંમેશા કહેતા કે મારી  સવારની ઓપીડી બંધ નહીં થાય...સવારના પોતાના નિવાસસ્‍થાને હિડોળા ઉપર બેઠા હોય હિચકતા હોય અને કોઈ પણ કાર્યકર્તા સવારથી આવી જાય કાંઈ પણ કામ લઈને આવે જરા પણ કંટાળા વગર બપોરે ૧:૦૦ વાગ્‍યા સુધી સૌરાષ્ટ્ર ભરમાંથી વિજયભાઈ રૂપાણી તેને ઓપીડી કહેતા તે ઓપીડી માં આવી અને પોતાની વાત મૂકે આવો સરસ મજાનો કાર્યકર્તા જે કાર્યકર્તા માટે પડખે ઉભો રહે કાર્યકર્તાની સાથે ઉભો રહે તે વિજય રૂપાણીજીની આગવી ઓળખ હતી....

જુના ગીતોનો શ્રી વિજય રૂપાણી જી ને ખુબ શોખ હતો ખાસ કરીને જ્‍યારે વિદ્યાર્થીઓ પરિષદ નો પ્રવાસ હોય કે પછીથી ભાજપનો પ્રવાસ હોય ત્‍યારે તેઓ હિન્‍દી ફિલ્‍મના જુના ગીતો સાથેની અંતકડી અવશ્‍ય રમે અને એક પછી એક સરસ મજાના ગીતો ગાય સાથોસાથ યે દેશ હૈ વીર જવાનો કા અલબેલો કા મસ્‍તાનો કા એ ગીત એમનું ખૂબ જ પ્રિય સાથોસ આવો બચ્‍ચો તુમે દિખાએ ઝાંખી હિન્‍દુસ્‍તાન કી હંમેશા ઉપસ્‍થિત સૌ કાર્યકર્તાઓને સાથે જીલાવી અને ગીત ગાય આ બંને ગીતો તેમના ખૂબ જ પ્રિય હતા.

યોગા નું યોગ કેવો કે વિધિની વિચિત્રતા કેવી પરંતુ જૂન પ્રથમ સપ્તાહમાં જ્‍યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તેમના નિવાસ્‍થાને રાત્રિના સમયે મળ્‍યા ત્‍યારે પણ જુના ફિલ્‍મી ગીતો અને દેશભક્‍તિના ગીતો શ્રી વિજય રૂપાણીજીએ ખૂબ ગાયા હતા. કદાચ આ ગીતો તેમના અંતિમ ગીતો બની રહ્યા તેનું આપણને સૌને દુઃખ છે.

પુત્ર પૂજિત ની અચાનક વિદાય પછી વિજયભાઈ રૂપાણી અને અંજલી બેને સમાજના તમામ બાળકોને પોતાના ગણ્‍યા અને સમર્પિત ભાવે કામ કર્યું સારસબેલડી સમાન આ દાંપત્‍યજીવન ઈશ્વરને પણ ઈર્ષા આવે તે પ્રકારનું હતું. કારણ કે અંજાલિ બહેન પણ વિદ્યાર્થીઓ પરિષદના કાળથી સક્રિય કાર્યકર્તા અને તેઓ પણ બે વર્ષ જીવનના વિદ્યાર્થી પરિષદને આપી અને પૂર્ણ સમયના કાર્યકર્તા રહ્યા છે આવી જોડી તો દુર્લભ છે કારણ કે બંને સમર્પિત ભાવે એક જ વિચારધારામાંથી કામ કરતા હોય અને ખબે ખભા મિલાવી કામ કરતા હોય આવું એક આદર્શ દંપતી એટલે વિજયભાઈ રૂપાણી અને અંજાલિ બહેન રૂપાણી બંને ખૂબ જ લાગણીશીલ અને સેવા વ્રતી...શ્રી વિજયભાઈ રૂપાણીની અકાળ વિદાયની કારમી ઘડીએ પણ અંજલી બહેન કાર્યકર્તા ભાઈ બહેનોની ચિતા કરતા રહ્યા છે અને સેવા અને સંગઠનના કામે પ્રવૃત્તિ છે આવા આદર્શ પરિવારને ખાસ કરીને શ્રી વિજય રૂપાણીજી જેવા આદર્શ કાર્યકર્તા સમર્પિત સ્‍વયંસેવક અને સક્રિય સેવાભાવી એવા સંવેદનશીલ  વ્‍યક્‍તિને ક્‍યારેય પણ ભૂલી શકશે નહીં...

‘‘ પૂજ્‍ય ભારતમાં કી અર્ચના કા એક છોટા સા ઉપકરણ હું''.... વિજય રૂપાણી

કમલેશભાઈ જોશીપુરા

પૂર્વ કુલપતી, સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી

મો.૯૮૨૪૨ ૧૨૦૩૩

(3:36 PM IST)