હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિઃ રોયલપાર્ક સ્થા.જૈન સંઘમાં નમસ્કાર મહામંત્રના જાપ સંપન્ન
પૂ. સુનિતાબાઇ મ.સા. આ.ઠા.ની પાવન નિશ્રા બહોળી સંખ્યામાં આરાધકો જોડાયાઃ ભાવુક દ્રશ્યો ર્સજાયાઃ છાસ, લાડવા તથા ખીચડીનું વિતરણ

રાજકોટઃ ગત વર્ષે ૧૨મી જુન ૨૦૨૫ના રોજ બનેલી એક વિમાની દુર્ઘટનામાં ગુજરાતે એક કુશળ વહીવટકર્તા, આધુનિક રાજકોટના શિલ્પી, ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા હતા.
આ દુર્ઘટનાને એક વર્ષ આજે પુરૂ થયુ છે ત્યારે રોયલ પાર્ક સ્થા. જૈન સંઘ, ઓમાનવાલા ઉપાશ્રય, સી એમ શેઠ પૌષધ શાળા ખાતે પૂ.સુનિતાબાઈ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રના જાપ આજે કરવામાં આવેલ હતા સ્વ.વિજયભાઈ શ્રધ્ધાંજલિ આપવામાં આવી. ખચોખચ ભરેલા હોલ માં શ્રાવક શ્રાવિકાને ભાવથી જાય કરેલા હતા. નમસ્કાર મહામંત્રના જાપમાં ઉપસ્થિતિ અજલીબેન રૂપાણી, રૂષભભાઈ રૂપાણી, તથા પરિવારજનો ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, પુર્વ મેયર બીનાબેન આચાર્ય, પુર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, મિલનભાઈ કોઠારી, કેતનભાઈ સંઘવી, નયનાબેન મોદી, વીણાબેન શેઠ, નિતિન મહેતા, જીતુભાઈ શેઠ, કલ્પેશ ગોંડા, પ્રદિપ મહેતા, વખારીયા સહિત અનેક સંધોના પ્રતિ નિધિ ઉપસ્થિતિ રહેલા હતા. સાધ્વી રત્ના પૂજ્ય સુનિતાબાઈ મહાસતીજી, સાધ્વી રત્ના પૂજ્ય શ્વેતાંસીબાઈ મહાસતીજીની નિશ્રામાં આયોજન કરવામાં આવેલ હતું.
સંઘ પ્રમુખ સી.એમ. શેઠે પણ જાપ જીલાવેલ હતા. ધારાસભ્ય દર્શિતાબેન એ આંખમાં આંસુ સાથે ભાવાંજલી આપેલ હતી. આ જાપ અને સાધના પૂર્ણ થયા બાદ બધાને પ્રભાવના પણ આપવામાં આવી હતી. શ્રી રોયલ પાર્ક મોટા સંધ નું છાસનું વિતરણ સ્વઃ વિજયભાઇની સ્મળતિમાં કરવામાં આવેલ હતુ. સવારના ૧૦૦૦ લાડવાનું વિતરણ પણ વિજયભાઇની પુણ્યતિથિ નિમીતે કરેલ હતુ. સેંકડો પરિવાર શેઠ ઉપાશ્રયથી વિનામુલ્યે ખીચડી પ્રસાદ લઈ જાય છે તે પણ લાડીલા વિજયભાઇ રૂપાણીની સ્મળતિ રૂપે કરવામાં આવેલ હતુ.










