હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સેવા ,સાદગી ,અને સમર્પણ જીવનનો ત્રિવેણી સંગમ એટલે વિજયભાઈ
આધુનિક ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા વિજયભાઈ રૂપાણીને પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હાર્દિક શ્રદ્ધાંજલિ

સેવા, સાદગી, અને સમર્પણ નું જીવન એટલે વિજયભાઈ રૂપાણી આજે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની હાર્દિક શ્રદ્ધાંજલિ તેમનું જીવન રાષ્ટ્ર સેવા સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને જન કલ્યાણ માટે અવિરત પ્રયત્નોનું પ્રેરણાદાયક ઉદાહરણ રહ્યું હતું :
બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોના રંગે રંગાયેલા વિજયભાઈની જીવન શૈલી અને અણીશુદ્ધ, કર્મઠ કાર્યકરને શોભે તેવી વિદ્યાર્થીવયથી જ રાષ્ટ્ર સેવા, દેશપ્રેમના સંસ્કારોનું એમનામાં સિંચન થયું હતું.
જન્મ બર્માના રંગુનમાં પણ જીવન ઘડતર અને સંગઠનના ગુણોનું ચણતર રાજકોટમાં થયું.
સંઘકાર્ય માટે જવાબદારી હોય કે નવનિર્માણ આંદોલન સમયે છાત્ર સંઘર્ષ સમિતિનું કામ , રૂપાણીજીએ કયાંય પાછી પાની કરી નથી, વિજયભાઈ સૌમ્ય .સરળ. અને સૌને સાથે લઈ ચાલનારા નેતા તરીકે ઓળખાવામા આવતા. ઉચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ તેમની વિનમ્રતા અને કાર્યકર્તા ભાવ યથાવત રહ્યા. તેઓ સંગઠનના કાર્યકરો માટે હંમેશા સરળતાથી ઉપલબ્ધ રહેતા અને વ્યક્તિગત સંબંધો ને મહત્વ આપતા હતા.
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ (પોલિટિકલ સાયન્સ) અને એમ. એમ. પીલો કોલેજમાંથી એલ.એલ.બી નો અભ્યાસ કર્યો. શ્રીવિજયભાઈએ અભ્યાસકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સમર્પિત રહીને વિદ્યાર્થી હિત માટે સતત કામ કર્યું હતું.
કટોકટી વખતે ૧૯૭૬માં ૅમીસૉના કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર શ્રી વિજયભાઈ રૂપાણી હતા. તેમને મિસા હેઠળ ૧ વર્ષ સુધી કારાવાસ ભોગવ્યો હતો.
માત્ર ૨૪ વર્ષની વયે એમણે ભાજપમાં સક્રિય પ્રદાર્પણ કર્યું હતું. ત્યારબાદ રાજકોટના મેયર, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી, પ્રવાસન નિગમનના અધ્યક્ષ, રાજ્યસભાના સભ્ય, ધારાસભ્ય અને સાંસદ જેવી વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી અને ઉત્તરો તરફ પ્રગતિ કરી હતી. ઉત્તમ વહીવટ અને કુશળતાને કારણે ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ગુજરાત રાજ્યના ૧૬મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ શપથ લીધા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઉદ્યોગ વિકાસ રોકાણ ઇન્ફાસ્ટ્રક્ચર ગરીબ કલ્યાણ અને સુશાસન પર વિશેષ ભાર મુકેલ હતો. કોરોના મહામારી જેવા પડકાર જનક સમયમાં પણ તેમને રાજ્યના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બીજી વખત સર્વાનુંમતે મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હતા તેમને ઊમદા વહીવટને કારણે જ આજે પણ તેઓને યાદ કરાય છે . મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજકોટ ૬૦૦૦ કરોડના મોટા પ્રોજેક્ટ આપ્યા જે બન્યા માઇલ સ્ટોન કદી ન થઈ હોય તેવી હરણફાળ પ્રગતિ એઈમસ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, અપાવ્યા. એક નહીં પણ પાંચ પાંચ ઓવર બ્રિજ એક સાથે બનાવડાયા, સ્માર્ટ સિટીમાં શેહરનો ઉમેરો કરાવીને ૨૬૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા. રાજકોટ મહાનગરનું બજેટ પહેલા કરતા બમણું કરાવ્યું વિસ્તાર પણ વધારી કોર્પોરેશનનું કદ વધાર્યું. માત્ર ચાર જ વર્ષમાં રાજકોટને સુધરેલા ગામડાની ઓળખમાંથી, રાજ્ય અગ્રણી મેગાસિટીની હરોળમાં મૂકયું.
શ્રી વિજયભાઈના પુત્ર પૂજિત નું ત્રણ વર્ષની વયે અકાળે અવસાન થયા બાદ તેમને જરૂરિયાત મંદ બાળકોની મદદ માટે પૂજિત મેમોરીયલ ટ્રસ્ટ બનાવ્યું હતું. જે અંતર્ગત ૩૦૦ થી વધુ બાળકો ભણી-ગણીને ખૂબ ઊંચા સ્થાને પહોંચ્યા છે.
અંતિમ વિદાય ૧૨જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદથી લડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટના દુર્ઘટનાગ્રસ્ત થવાથી તેમનું દુઃખદ અવસાન થયુ.ં સમગ્ર ગુજરાત અને દેશ એક અનુભવી લોકપ્રિય સમર્પિત જનનેતાને ગુમાવ્યા હતા. રાજ્ય સન્માન સાથે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શ્રી વિજયભાઈની અચાનક વિદાયથી તેમના ધર્મપત્ની અંજલીબેન, પુત્ર ઋષભ, તથા પુત્રી રાધિકા સહિત સમગ્ર પરિવાર તથા ગુજરાતને પણ ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
શ્રી વિજયભાઈ રૂપાણીનું જીવન આપણે શીખવે છે કે સત્તા કરતા સેવા મોટીછે. પદ કરતા કાર્ય મહાન છે અને વ્યક્તિ કરતાં રાષ્ટ્ર સર્વોપરી છે. તેમની સાદગી,નિષ્ઠા, સંગઠનપ્રેમ અને જન સેવાની ભાવના આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. સેવા, સમર્પણ અને સંસ્કારોથી જ સમળદ્ધ એવા વિજયભાઈ રૂપાણીને તેમની પ્રથમ પુણ્યતિથિ હાર્દિક શ્રદ્ધા સુમન.










