હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપ સંગઠનની ધરોહર એવા સ્વ. વિજયભાઈ રૂપાણીના સ્વધામગમનને એક વર્ષ પૂર્ણ
*કાર્યકર્તાઓના હૃદયમાં વિજયભાઈ રૂપાણી કાયમી રહેશે : ડો. જૈમનભાઈ ઉપાધ્યાય * સ્વ. વિજયભાઈ રાજપુરુષની સાથોસાથ રાજકોટના વિકાસમાં મહાપુરુષ સાબિત થયા છે : હરેશ જોષી : સ્વ. વિજયભાઈ રૂપાણી છેવાડાના માનવી માટે ખરા અર્થ માં કોમનમેન સાબિત થયા હતાઃ તેજસ ત્રિવેદી

રાજકોટ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ ના પૂર્વ પ્રમુખ તેમજ પાર્ટી માં વિવિધ જવાબદારીઓ સંભાળી અનેક કાર્યકર્તાઓ નું ઘડતર કરનાર સ્વ વિજયભાઈ રૂપાણી ની પ્રથમ પુણ્યતિથિએ તેમની યાદો, સંસ્મરણો તેમજ સત્તા અને સંગઠન ક્ષેત્રે કરેલી કામગીરીને યાદ કરતા અને શ્રદ્ધાંજલિ પાઠવતા શહેરના પૂર્વ મેયર જૈમન ઉપાધ્યાય, ભાજપ અગ્રણી હરેશ જોષી, તેજસ ત્રિવેદી એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે ચરેવેતી ચરેવેતીના મંત્ર સાથે ચાલનારી પાર્ટી છે ત્યારે વિજયભાઈ રૂપાણી પોતાના વક્તવ્ય માં હંમેશા બોલતા કે વ્યક્તિ સે બડા દલ અને દલ સે બડા દેશના નારા સાથે પાર્ટીનો કાર્યકર્તા હંમેશા કાર્ય કરી રહ્યો છે. સ્વ. વિજયભાઈ રૂપાણી આર.એસ.એસ, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના મંત્ર અનુસાર જ્યાં માનવી ત્યાં સુવિધા અને છેવાડાના માનવી ને પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે અને એકાત્મ માનવવાદ ની વિચારધારા સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બની રાજકોટનો વિકાસ અને ખાસ કરીને નવું રાજકોટ વધુ ઝડપથી વિકાસ પામે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહ્યા હતા પ્રદેશ ભાજપ ના મહામંત્રી તરીકે રહી વ્યક્તિત્વ નો વિકાસ થાય અને કાર્યકર્તાનું ઘડતર થાય પાર્ટીની પંચનિષ્ઠાના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી સૌરાષ્ટ્રભરમાં સંગઠન અને ચૂંટાયેલા સભ્યો માટે અભ્યાસ વર્ગ, પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરી મુખ્ય વક્તા તરીકે એકાત્મ માનવવાદ એટલે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના સંસ્કારોનું સિંચન કર્યું છે ત્યારે વિજયભાઈ રૂપાણી એ પૂજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી છેવાડાના વિસ્તાર માં રહેતા ગરીબ બાળકો એટલે કે કચરો વીણતા બાળકોની સાથે દિવાળી નો ઉત્સવ ઉજવી બાળકોને શિક્ષણ મળે તે માટે જ્ઞાનપ્રબોધિની પ્રકલ્પ હેઠળ બાળકોને ઉચ્ચ અભ્યાસ સુધી લઈ જવાનું કાર્ય કરી ખરા અર્થ માં સંવેદનશીલ બન્યા હતા. ત્યારબાદ રાજ્યસભાના સભ્ય તરીકે રહી રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક પ્રાણ પ્રશ્નોને વાચા આપી હતી જેમાં ખાસ કરી રાજકોટના રોડ રસ્તાઓ અને આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી ટી.પી.સ્કીમમાં અંગત રસ દાખવી રાજકોટના શિલ્પી બન્યા હતા. અને ત્યારબાદ પ્રદેશ ભાજપ ના પ્રમુખ બની કાર્યકર્તાઓને સાચી સમજણ અને સાચું માર્ગદર્શન આપવાનું કાર્ય કર્યું હતું નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપી કાર્યકર્તાની અંદર પડેલી કુનેહને જગાડવાનું કાર્ય કર્યું હતું અને ત્યારે પણ અટલજીના શબ્દોને દહોરાવતા હતા કે ભાજપમાં જવાબદારીએ કોઈ અલંકારની વસ્તુ નથી પરંતુ એક કાંટાળો તાજ છે એ પ્રતિષ્ઠા નહીં પરંતુ પરીક્ષા છે એ સન્માન નહીં પરંતુ ચુનોતી છે ત્યારે કોઈ પણ જવાબદારીનું અહંકાર કર્યા વિના કાર્યકર્તા ની લાગણી ને એ એમની ભાવના હતી ત્યારે તેઓ ૨૦૧૪ માં સૌ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે રહી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રમાં પ્રારંભ કરાવેલ સૌની યોજનાને આગળ ધપાવવાનું કાર્ય કર્યું હતું અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી અને સંવેદનશીલ શીલ, પ્રગતિશીલ સરકાર, નિર્ણાયક સરકાર અને પારદર્શક સરકાર જેવા ચાર સ્થંભો પર સરકાર ચલાવી ખરા અર્થમાં રાજધર્મ બજાવ્યો હતો મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન આવી પડેલ કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે સરકારને અને કાર્યકર્તાઓ ને લોકોની વચ્ચે રહેવા સતત માર્ગદર્શન કરી રહ્યાં હતાં અને વિકાસની વાત કરીએ તો સ્વ વિજયભાઈ રૂપાણી રાજપુરુષની સાથોસાથ રાજકોટના અને સૌરાષ્ટ્રના વિકાસપુરુષ સાબિત થયા હતા અહંકાર વિનાના જીવનથી તેઓ લોકો માં મોટી લોક ચાહના ધરાવતા હતા રાજકોટ ને એમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, બસ પોર્ટ, અટલ સરોવર, જેવી મોટી સુવિધાઓ અપાવી રાજકોટને ખરા અર્થમાં સૌરાષ્ટનું પાટનગર સાબિત કર્યું હતું ત્યારે આજે વિજયભાઈના અવસાન ને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેઓ હંમેશા અટલજીની કવિતાને યાદ કરતા હતા કે સત્તા કા ખેલ તો ચલેગા, સરકારે આયેગી જાયેગી, પાર્ટીયા બનેગી બીખરેગી, મગર એ દેશ રહેના ચાહીયે, દેશ કા લોક તંત્ર અમર રહેના ચાહીયે, હમ દિન ચાર ના રહે ભારતમાતા તેરા વૈભવ અમર રહે અને ભારતમાતા પરમ વૈભવના શિખર પર પહોંચે એ તેમનો હંમેશા જીવનમંત્ર રહ્યો હતો ત્યારે આજે વિજયભાઈની વિદાયથી રાજકોટને પડેલી ખોટ ન પૂરી શકાય અને વિજયભાઈ જવાથી રાજકોટએ એક લડાયક, નીડર, સંવેદનશીલ, કોમનમેન અને અહંકાર વિનાના વ્યક્તિ ગુમાવ્યા છે. આમ અંત માં ડો જૈમન ઉપાધ્યાય, હરેશ જોષી, તેજસ ત્રિવેદી એ અંત માં જણાવ્યું હતું.
ડો જૈમન ઉપાધ્યાય
હરેશ જોષી
પૂર્વ કાયાલય મંત્રી :
શહેર ભાજપઃ
મો.૯૪૨૬૯ ૫૯૫૬૫










