<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

કુચિયાદડ નજીક ગોઝારો ટ્રિપલ અકસ્માત: કારખાનાની નોકરી પૂરી કરી ઘરે જઈ રહેલી ચાર મહિલાના કમકમાટી ભર્યા મોત

ટ્રક અને ટેમ્પો વચ્ચે ઇકો કારનો બુકડો બોલી ગયો: પાંચને ઇજા: બનાવને પગલે પરિવાઓમાં શોકની કાલિમા

રાજકોટ: સાંજે રાજકોટ અમદાવાદ હાઈવે પર કુચિયાદળ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક અને ટેમ્પો ની વચ્ચે ઇકો કારનો બુકડો બોલી જતા કારમાં બેઠેલા 10થી 12 લોકો પૈકીના ચાર મહિલાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જ્યારે બીજા ચારથી પાંચ લોકોને ઇજાઓપહોંચી છે. મૃત્યુ પામનાર તમામ મહિલાઓ ફેક્ટરીમાં નોકરી કરતી હતી, નોકરી પૂરી કરીને ઘરે જતી વખતે આ બનાવ બન્યો હતો. તમામ મૃતકો ચોટીલાના મોલડીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ સાંજે નજીક બેટી રામપર ગામ પાસે ખોડીયાર હોટલ ની સામેના રોડ પર એક ટ્રક અને ટેમ્પો વચ્ચે ઇકો કાર આવી જતા કારનો બુકડો બોલી ગયો હતો જેના કારણે તેમાં બેઠેલા મુસાફરો પૈકીના ચાર મહિલાઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ તમામ કુચિયાદળ પાસે આવેલ ફેક્ટરીમાં નોકરી કરતા હતા. સાંજે નોકરીમાંથી છૂટી ચોટીલાના મોલડી


ગામે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો મૃત્યુ પામનારના નામો પુનાબેન, વિલાસબેન, ભાવિશાબેન અને લાભુબેન હોવાનું જાણવા મળ્યું છે.અન્ય ચારથી પાંચ મહિલાઓ ને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે બનાવની જાણ થતા એરપોર્ટ અને કુવાળા રોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી આ બનાવ થી મૃતકોના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

(9:21 PM IST)