હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ દ્વારા કાલે રવિવારે પ્રતિભા સન્માન સમારોહનું આયોજન
નર્સરીથી ધોરણ-૧૨ સુધીના ૧૨૦ તેજસ્વી બાળકોને શિલ્ડ અને ગિફ્ટ આપી નવાજાશેઃ ડો. દર્શિતાબેન શાહ, મેયર ડો. નેહલ શુક્લ , ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી ે હાજર રહેશે

રાજકોટ, તા. ૧૨: રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ (નાગેશ્વર એરિયા, રાજકોટ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકો માટેના ‘પ્રતિભા સન્માન સમારોહ-૨૦૨૬'નું આયોજન આવતી કાલે કોટક સભાગૃહ તા.૧૪ના રવિવારે સાંજે ૪ થી ૭ ચોધરી હાઈસ્કૂલ ખાતે આવેલા ભવન ખાતે યોજાશે.
આ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં દરેક જ્ઞાતિના નર્સરીથી લઈને ૧૨ ધોરણ સુધીના તેજસ્વી બાળકોને તેમના નામના ફોટા સાથેના શિલ્ડ તેમજ અવનવી ગિફ્ટ અને પુરસ્કાર આપીને નવાજવામાં આવશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, મેયર ડો.નેહલભાઇ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી તથા રઘુવંશી અગ્રણી કાશ્મીરાબેન નથવાણી ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી તરંગ લેડીઝ ક્લબના બીનાબેન રઘુવંશી, રશ્મિબેન કોટક, માલાબેન સોની, એડવોકેટ હેમલતાબેન ગુપ્તા તેમજ વર્ષાબા જાડેજા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










