News of Saturday, 13th June 2026
સાંઢીયો પૂલ ખુલ્લો મુકાયોઃ યાતનાઓનો અંત. : જુઓ વિડિયો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૭૪.૩ર કરોડના ખર્ચે બનેલ નવા ફોર લેન બ્રિજનું ઉદઘાટનઃ પદાધિકારીઓએ ખુલ્લી જીપમાં સવારી કરી : લોકોનો વાહન-વ્યવહાર કાર્યરત

સાદગી-સરળતાનો સમન્વય સમુ લોકાર્પણઃ છેલ્લા ર વર્ષથી શહેરના જામનગર રોડ સ્થિત સાંઢીયા પુલનું નવીનીકરણ કરવામાં આવી રહયુ હતું. જેનું સાંજે સાદગીભર્યુ લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. કોઇ જાકમજાળ કે કોઇ ભપકો કાર્યક્રમમાં રાખવામાં આવ્યો ન હતો. લાખો વાહન ચાલકો માટે રાહતરૂપ સાંઢીયા પુલમાંથી નવા ફોરલેન બ્રીજનું ઉદ્દઘાટન કરતા હર્ષ સંઘવી પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે, જયારે બીજી તસ્વીરમાં ખુલ્લી જીપમાં હર્ષ સંઘવી સાથે મેયર નેહલ શુકલ,સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ-૬૮ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રાજકોટ-૭૦ ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા તથા શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ નવા બ્રીજ ઉપર ચક્કર મારી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. જયારે અંતિમ તસ્વીરમાં નવા બ્રીજ પર વાહનો દોડવા લાગ્યા હોવાનું દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨.૨૫)
રાજકોટ, તા. ૧૩ : શહેરના જામનગર રોડ પર બે વર્ષના સમય ગાળા બાદ રૂા.૭૪.૩ર કરોડના ખર્ચે નવનિર્મિત સાંઢિયા પુલનું રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે લોકાર્પણ સાદગીથી થયું છે. હજારો વાહન ચાલકો શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે લોકપ્રિય છે, તેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે નવનિર્મિત ૪-લેન રેલ્વે ફ્લાયઓવર બ્રિજ-સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે આ અદ્યતન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે. આ બ્રિજ કાર્યરત થતાં અંદાજિત ૫૦ હજાર જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. ઉલ્લેખનીય છે કે, આ બ્રિજની કુલ લંબાઈ ૬૭૮ મીટર અને કુલ પહોળાઈ ૧૬.૨૪ મીટર છે. રેલ્વે ટ્રેકથી આ પુલની ઊંચાઈ ૬.૨૫ મીટર છે. લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તકતી અનાવરણ બાદ નાયબ મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ સાથે આ નવનિર્મિત બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે બ્રિજ ઉપર થોડા થોડા અંતરે ફુગ્ગાને હવામાં તરતા મૂકીને નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ મુખ્યમંત્રીએ સૌ ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ સર્વે પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, તેમજ ધારાસભ્યો સર્વે ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર મતી દક્ષાબેન વસાણી, માધવભાઈ દવે સહિતના અગ્રણીઓ તેમજ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના તમામ કોર્પોરેટરો મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ એકત્રીત થઇ જામનગર રોડ પર સાંઢીયા પુલ ખાતે ઇ-બેસમાં પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કરકસરની અપીલને ઝીલી એક નવી કાર્ય પ્રણાલીની અપીલ કરી છે. શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા તથા નાગરિકોને સરળ, ઝડપી અને સલામત વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિર્માણ પામેલ આ અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવે લોકાર્પણ માટે તૈયાર છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઝડપી વિસ્તરણ અને વધતા ટ્રાફિકના દબાણને ધ્યાનમાં રાખીને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં સાંઢિયા પુલનું નિર્માણ શહેર માટે એક ઐતિહાસિક અને જનઉપયોગી પ્રોજેક્ટ સાબિત થશે. સાંઢિયા પુલ કાર્યરત થતાં જામનગર રોડ, માધાપર ચોકડી, ઘંટેશ્વર વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં વર્ષોથી અનુભવાતી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. આ ઓવરબ્રિજ શરૂ થતાં દરરોજ અંદાજે ૭૦ હજાર થી એક લાખ જેટલા વાહનચાલકોને સીધો લાભ મળશે, જેના પરિણામે મુસાફરીનો સમય બચશે, ઇંધણનો વ્યય ઘટશે તેમજ માર્ગ સલામતીમાં પણ વધારો થશે. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે પણ અવરજવરની સરળતા વધતા આર્થિક પ્રવળત્તિઓને પ્રોત્સાહન મળશે.
સાદગીભર્યો ઉદઘાટન સમારોહઃ લોકો ખુશખુશાલ
રાજકોટઃ આજરોજ સાંઢીયા પુલના સ્થાને નવનિર્માણ પામેલા નવા ફોરલેન બ્રીજનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. સામાન્ય રીતે કરોડોના ખર્ચે બનેલ બ્રીજનું ઉદ્દઘાટન ભપકો, જાકમજાળ તથા ડાયસ કાર્યક્રમથી ભરેલું હોય છે ત્યારે જામનગર રોડના નવા બ્રીજના લોકાર્પણ વખતે કોઇ અતિરેકત ખર્ચ ન કરી ફકત રીબીન કાપી અને ખુલ્લી જીપમાં બ્રીજ પર ચક્કર મારી વાહનવ્યવહાર શરૂ કરાવવાની પહેલથી લોકો પણ ખુશખુશાલ બન્યા હતા. નગરજનો આવા શોર્ટ એન્ટ સ્વીટ સમારોહ ઉપર વારી ગયા હતા.(૪.૧૬)
સાંઢિયા પુલની વિશેષતાઓ
આ અત્યાધુનિક ઓવરબ્રિજનું નિર્માણ આધુનિક તકનીકી ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. બ્રિજની મુખ્ય વિગતો આ મુજબ છેઃ
* બ્રિજની કુલ લંબાઈઃ ૬૭૮ મીટર * બ્રિજની કુલ પહોળાઈઃ ૧૬.૪૦ મીટર * બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈના કેરેજ-વેની સુવિધા *રેલવે ટ્રેકથી ક્લીયર ઊંચાઈઃ ૬.૨૫ મીટર * કુલ પ્રોજેક્ટ ખર્ચઃ રૂ. ૭૪.૩૨ કરોડ * કામ શરૂ કરવાની તા. ૧૫ માર્ચ, ૨૦૨૪ * આર.સી.સી. ગર્ડરઃ ૧૨૦ નંગ *સ્ટીલ ગર્ડરઃ ૭ નંગ * પિલરઃ ૨૨ નંગ * સ્લેબઃ ૨૧ નંગ
(3:08 PM IST)










