<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ભાગી ગયેલી પત્‍નિ રેશ્‍મા અને તેની સાથેના કિશને ફોન કરી સતત હેરાન કરતાં અમિત પઠાણે આપઘાત કર્યો'તો

મારી ઘરવાળી રેશ્‍મા ત્રણ મહિનાથી જતી રહી છે, રેશ્‍મા, કિશન, રેશ્‍માની બહેનો તસ્‍લીમ, ઇરફાના બધા ભેગા થઇ મને શાંતિથી રહેવા દેતાં નથી જેથી મારે આ પગલા ઉપાડવા પડે છે...વિડીયો બનાવી ઝેર પીધું હતું વિવેકાનંદ નગરની ઘટનામાં મૃતકના પિત્રાઇ અબઝલ પઠાણની ફરિયાદ પરથી ભક્‍તિનગર પોલીસે રેશ્‍મા પઠાણ, કિશન ગમારા, રેશ્‍માની બેહનો કાલાવડ રહેતી તસલીમ, ઇરફાના સામે આપઘાતની દુષ્‍પ્રેરણાનો ગુનો દાખલ કર્યો આપઘાત પુર્વે અમિત પઠાણે વિડીયો બનાવ્‍યો હતો તે દ્રશ્‍ય, તેનો ફાઇલ ફોટો અને તેની પત્‍નિ રેશ્‍મા જોઇ શકાય છે. તસ્‍વીરો મૃતકના ભાઇએ મોકલી હતી આપઘાત પુર્વે અમિત પઠાણે વિડીયો બનાવ્‍યો હતો તે દ્રશ્‍ય, તેનો ફાઇલ ફોટો અને તેની પત્‍નિ રેશ્‍મા જોઇ શકાય છે. તસ્‍વીરો મૃતકના ભાઇએ મોકલી હતી

રાજકોટ તા. ૧૩: અઠવાડીયા પહેલા વિવેકાનંદ નગરમાં રહેતાં અમિતભાઇ મહેબુબખાન પઠાણ (ઉ.વ.૩૭) નામના યુવાને પોતાની પત્‍નિ સહિતના ત્રાસ અંગેનો વિડીયો બનાવી ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે તેની પત્‍નિ, તેણીની સાથેના શખ્‍સ અને પત્‍નિની બે બહેનો સામે મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્‍યો છે. આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે બાબરીયા કોલોની શેરી નં. ૪માં માહિર પ્રોવિઝન પાસે રહેતાં અબઝલભાઇ અનવરખાન પઠાણ (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી આપઘાત કરનાર તેના પિત્રાઇ ભાઇ અમિતભાઇ પઠાણની પત્‍નિ રેશ્‍મા, કિશન ગમારા અને રેશ્‍માની બહેન તસલીમ તથા ઇરફાના વિરૂધ્‍ધ ફરિયાદ ાદખલ કરવામાં આવી છે.

અબઝલભાઇ પઠાણ સોરઠીયા વાડી સર્કલ પાસે ક્રિષ્‍ના હોટેલમાં નોકરી કરે છે.  તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા એક કાકા મહેમુદખાન પઠાણ બાબરીયા કોલોનીમાં રહે છે. તેમને સંતાનમાં એક દિકરો અમિત (ઉ.વ.૩૭) અને એક દિકરી રૂબીનાબેન છે. તેણી રાજકોટ સાસરે છે. અમિતભાઇના લગ્ન ૧૭ વર્ષ પહેલા ચોટીલાના આબીદખાન બાદરખાન પઠાણની દિકરી રેશ્‍મા સાથે થયા હતાં. લગ્નના ત્રણ ચાર વર્ષ પછી અમિત અને રેશ્‍મા વચ્‍ચે અણબનાવ બનતાં નોટરીનું લખાણ કરીને છુટાછેડા કર્યા હતાં. જો કે ચાર પાંચ મહિના બાદ તેણી ફરીથી મારા ભાઇ અમિત સાથે રહેવા આવી ગઇ હતી. અમિતના લગ્ન જીવનમાં તેણી એક દિકરો-દિકરીની માતા બની છે. જેમાં દિકરો હાલ ૧૬ વર્ષનો અને દિકરી ૧૪ વર્ષની છે.

મારા કાકાના દિકરા અમિતની પત્‍નિ રેશ્‍મા છેલ્લા પાંચ-છ વર્ષથી પાંચ છ વખત કોઇની ને કોઇની સાથે જતી રહેતી હતી. બે ત્રણ મહિને તે પાછી આવી જતી હતી. આ કારણે અમિત ખુબ જ માનસિક રીતે હેરાન પરેશાન રહેતો હતો. સતત ટેન્‍શનમાં રહેતો હતો. છેલ્લે ત્રણ મહિના પહેલા રેશ્‍મા તેના બંને બાળકોને સુતા મુકીને રાતે કોઇ વ્‍યક્‍તિ સાથે ભાગી ગઇ હતી. એ પછી અમિતને તેના મોબાઇલમાં  રેશ્‍માએ ફોન કરી કહેલું કે-હવે હું તારી સાથે રહેવા નહિ આવું, હવે હું કિશન ગમારા સાથે રહુ છું. આ રીતે રેશ્‍મા જ્‍યારે પણ આવુ કરતી અમિત અમારા ઘરે આવીને વાત કરતો હતો. આ દરમિયાન હવે કિશન પણ અમિતને ફોન કરતો હતો અને રેશ્‍મા તથા તેના બાળકો બાબતે ધમકાવતો હતો અને કહેતો હતો કે તારી સાથે લપ કરવાની થાય છે, તું ગમે ત્‍યાં મળ, તું દેવપરામાં શક્‍તિ હોટલ પાસે આવ. આમ કહી કિશન સતત ફોન કરી હેરાન કરતો હતો.

દરમિયાન તા. ૬/૬/૨૬ના હું સોરઠીયાવાડી સર્કલ પાસે હહોટલે હતો ત્‍યારે ભત્રીજા અયાન અમિતભાઇ પઠાણનો ફોન આવ્‍યો હતો કે કાકા જલ્‍દી આવો મારા પપ્‍પાને ખુબ ઉલ્‍ટી થાય છે, મેં ૧૦૮ બોલાવી છે. આથી હું તુરત વિવેકાનંદનગરમાં ભાઇ અમિતના ઘરે પહોંચ્‍યો હતો. ત્‍યાં મારા બીજા કાકાનો દિકરો રીઝવાન પણ હતો. અમે અમિતને હોસ્‍પિટલે લઇ ગયા હતાં. જ્‍યાં ઇમર્જન્‍સીમાં સારવાર દરમિયાન મૃત્‍યુ થઇ ગયું હતું. અમિતને તેની પત્‍નિ રેશ્‍મા તેના હાલના પ્રેમી કિશન સાથે મળી ખુબ હેરાન કરતી હોઇ એ કારણે અમિતે ઝેર પી  લીધાનું અમને જણાયું હતું.

આ દરમિયાન અમે અમિતનો ફોન ચેક કરતાં તેમાં એક વિડીયો જોવા મળ્‍યો હતો. જેમાં અમિત કહેતો હતો કે-મારી ઘરવાળી રેશ્‍મા ત્રણ મહિનાથી જતી રહી છે, મને બધી રીતે હેરાન કરે છે, તે કહે છે છોકરા જોઇએ છે, જો છોકરા જોઇએ છે તો ભાગી શું કામ? હવે મારે જે પગલા ઉપાડવા છે તેના લીધે ઉપાડવા પડે છે. મને એ જીવવા દેતી નથી, મરવા દેતી નથી, હવે જે કાંઇ થાય તેની જવાબદારી  રેશ્‍મા અને તેની સાથે રહેતાં કિશનની અને તેની કાલાવડ રહેતી બહેન તસ્‍લીમ અને ઇરફાના આ બધા ભેગા થઇને મને શાંતિથી રહેવા દેતાં નથી. તેથી મારે આ પગલા ઉપાડવા પડે છે. આ વિડીયો તા. ૬/૬ના રાતે ૧૨:૨૮ કલાકે બનાવ્‍યો હતો. મારા ભાઇને તેની પત્‍નિ રેશ્‍મા, કિશન, રેશ્‍માની બહેનો હેરાન કરતી હોઇ તે મરવા મજબૂર થયો હતો. તેમ અબઝલભાઇએ જણાવતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ વી. એલ. રાઠોડ, એએસઆઇ નિલેષભાઇ માકવાણા સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:06 PM IST)