હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોંઘવારીના ભારણથી રાજકોટ વાળંદ સમાજ દ્વારા હેર કટિંગ સલુનમાં સોમવારથી ૨૦%નો ભાવ વધારો

રાજકોટઃ શ્રી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ રાજકોટના પ્રમુખ શ્રી અતુલભાઈ વાજાના માર્ગદર્શન હેઠળ એસોસિએશનની મિટિંગ મળેલ હતી. જેમાં અત્યારની પરિસ્થિતીની સમીક્ષા કરી અને હેર કટિંગ સલુનમાં ૨૦% ભાવ વધારવાનો નિર્ણય જાહેર કરવામાં આવેલ.
ક્ષૌરકર્મ વાળંદ સમાજની સમિતિ-રાજકોટની યાદી મુજબ હેર કટિંગ સલુનના ઉપયોગ થતા કોસ્મેટિક આઈટમ, ઈલેકટ્રોનિક્સ આઈટમમાં પણ ભાવ વધારો થતાં હવે જુના ભાવમાં સલુનનો વ્યવસાય પોસાઈ તેમ નથી. કારણ કે સલુન વ્યવસાયમાં કામ કરતાં કારિગરોને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે યોગ્ય આવક જોઈએ જેથી સર્વાનુમતે તા.૧૫, સોમવારથી ૨૦%નો ભાવ વધારો જાહેર કરેલ હોવાનો જણાવાયું છે.
તસ્વીરમાં સચિનભાઈ પરમાર, લલિતભાઈ પરમાર, બળદેવભાઇ સોલંકી, મહેશભાઈ રાઠોડ, બિપિનભાઈ ચૌહાણ, ભાવેશભાઈ વૈષ્ણવ, નિતિનભાઇ રાઠોડ, રવિભાઈ રાઠોડ નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)










