હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 13th June 2026
આજે રાત્રે ભકિત અને દેશભકિતના ગીતો દ્વારા વિજયભાઇને શ્રધ્ધાસુમન

રાજકોટઃ રાજકોટના પનોતા પુત્ર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યત્તિથી નિમિત્તે આજે તા.૧૩નાં રાત્રે ૯ કલાકે દેવપરા ખાતે ભાજપ જુના કાર્યાલય,ભાઈજીના ડેલા પાસે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન વોર્ડ નં.૧૬ નાં ભાજપનાં પીઢ કાર્યકર રમેશભાઇ ઊંધાડ(ભાઈજી) દ્વારા કરવામાં આવેલ છે.
ભક્તિગીતો તથા દેશભક્તિ ગીતો દ્વારા સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધા સુમન અર્પિત કરવા માટે યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં કલાકારો દિનેશ બાલાસરા,સૈફ ત્રિવેદી,આસિફ કુરેશી અને દીપા ચાવડા ભક્તિગીતો અને દેશભક્તિ ગીતો રજુ કરશે.
(2:22 PM IST)










