<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

વોર્ડ નં.૧૫ની આંગણવાડીઓમાં અસુવિધા જ અસુવિધા

કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મનીષાબેન રોજાસરાએ મ્‍યુ.કમિશનરને પત્ર લખ્‍યો : પાણીના ટાંકા નાખવા આર ઓ પ્‍લાન્‍ટ રીપેરીંગ, પેવીંગ બ્‍લોક સહિતના પ્રશ્‍નો હલ કરવા રજૂઆત

રાજકોટ, તા.૧૩: શહેરના વોર્ડ નં.૧૫ની આંગણવાડીઓમાં પારાવાર અસુવિધા હોવાથી કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મનીષાબેન રોજાસરાએ મ્‍યુ.કમિશનરને પત્ર લખી રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવ્‍યા મુજબ અમુક આંગણવાડીઓમાં પાણીનો ટાંકો નથી અને ઘણી જગ્‍યાએ આરઓ પ્‍લાન્‍ટ નથી અથવા તો બંધ હાતમાં છે.

જેમાં ખોડીયારપરા વિસ્‍તારમાં પેવીંગ બ્‍લોક નીકળી ગયા હોય તે નાખી આપવા પણ માંગ કરવામાં આવી છે.

ઉપરાંત કમ્‍પાઉન્‍ડ વોલની ઉંચાઇ વધારવા અંગે આંગણવાડી ઇન્‍ચાર્જને વાલીઓએ રજૂઆત કરી હોવા છતાં નિકાલ કરવામાં આવ્‍યો નથી. સાથે જ આંગણવાડીમાં બાથરૂમનો પણ પ્રશ્‍ન ઉકેલવો જરૂરી હોવાનું પત્રમાં જણાવાયું છે.

આવી જ રીતે ભારત નગરમાં આંગણવાડી-૯૧ આસપાસ ખુબ જ ગંદકી હોય તથા પાણીના ટાંકામાં પણ મૃત જનાવર હોય જેથી મુશ્‍કેલી પડી રહી હોવાથી સફાઇ કરાવવી જરૂરી હોવાનું મનીષાબેને રજુઆતના અંતમાં જણાવ્‍યું હતું. રજૂઆત વખતે પ્રવિણભાઇ રોજાસરા તથા પ્રકાશભાઇ ચાવડા જોડાયા હતા

 

(2:24 PM IST)