<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

માલીયાસણ ગામને પાણી સપ્‍લાય કરતી લાઇનમાં બે ગેરકાયદે કનેકશન ઝડપાયા

રૂડા તંત્ર દ્વારા દંડ, કનેકશન કટ્ટ સહિતની કાર્યવાહી

રાજકોટ તા.૧૩: શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બલ્‍ક વોટર સપ્‍લાય સ્‍કીમ હેઠળ ૨૨ ગામોમાં પાણી સપ્‍લાય કરવામાં આવે છે, જેમાં માલીયાસણ ગામને સમાવેશ કરવામાં આવેલ છે. માલીયાસણ ગામને પાણી સપ્‍લાય કરતી લાઇન અમદાવાદ બાયપાસ રોડ પર આવેલ રૂડાના સંપમાંથી માલીયાસણ ગામના સંપ સુધી DI પાઇપ લાઇન મારફત સપ્‍લાય કરવામાં આવે છે.

માલીયાસણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ રજૂઆતના આધારે તા.૧૦ના રોજ રૂડા કચેરીના સ્‍ટાફ દ્વારા સ્‍થળ ચકાસણી કરતાં માલીયાસણ ગામને પાણી સપ્‍લાય કરતી લાઇનમાં બે ગેરકાયદેસર પાણીના કનેકશન પકડવામાં આવેલ છે.

આ બન્ને કનેકશન શ્રી વાઘજીભાઈબોરડ નામના ઈસમ દ્વારા તેમની વાડીમાં લેવામાં આવેલ હતા. રૂડાના અધિકારીશ્રી દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઈ કડક કાર્યવાહી હાથ ધારેલ છે જેમાં ગેરકાયદેસરના કનેકશનનો દૂર કરવામાં આવેલ અને પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે અને ગેરકાયદેસર કનેકશન કરનાર વ્‍યક્‍તિ સામે સરકારી સંપત્તિને નુકસાન અને પાણી ચોરી જેવા ગુના અનુસરના ધારાધોરણ મુજબ દંડ વસુલવાની કામગીરી હાથ ધરેલ છે

(2:38 PM IST)