તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 13th June 2026
આઇસીએઆઇ ભવન ખાતે સીએના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય સ્ટેટ લેવલ કોન્ફરન્સ ‘નમસ્તુભ્યમ'
દેશભરમાંથી ફેકલ્ટીઓ આવશે, પ૦૦ થી વધુ છાત્રો ભાગ લેશે, પેપર પ્રેઝન્ટેશન

રાજકોટઃડબલ્યુઆઇસીએએસએ તથા રાજકોટ બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને બે દિવસીય સ્ટેટ લેવલ કોન્સફરન્સ ‘‘નમસ્તુભ્યમ-Saluting Knowledge, Celebrating Excellence''નું આયોજન તા. ૧૯ અને ર૦ જૂનના રોજ આઇસીએઆઇ ભવન, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ બે દિવસીય જ્ઞાનયજ્ઞમાં ગુજરાતભરના તથા અન્ય રાજયોના સીએ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે.
કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર નિષ્ણાત વકતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં વ્યાવસાયિક જ્ઞાન, વ્યકિતત્વ વિકાસ, કારકિર્દી આયોજન, ટેકનોલોજી તથા નવીન તકો જેવા વિષયોનો સમાવેશ થશે. વિદ્યાર્થીઓને અનુભવી વકતાઓ સાથે સીધો સંવાદ કરવાનો તેમજ નેટવર્કિગની ઉત્તમ તક પણ પ્રાપ્ત થશે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી જગદીશ બાંગરવા (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ- ક્રાાઇમ) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે, જયારે સીએ રાજેશ શર્મા-BOSચેરમેન,સીએ જય છૈરા-CCMICAI, સીએ ફેનિલ શાહ-RCMICI, સીએ ભંવર બોરાણા, સીએ નિલેશ સુચક, સીએ રાજેશ અગ્રવાલ-WICASA,ચેરમેન,WIRC,સીએ શુભ સિંધલ, સીએ હર્ષ મહેતા, સીએ હૃદ્યેશ પંખાણિયા ઉપસ્થિત રહેશે.
કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જ્ઞાનવૃધ્ધિ, નેતૃત્વ ક્ષમતા, વ્યવસાયિક કુશળતા અને સર્વાગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પ્રેરણા, માર્ગદર્શન અને નવા દ્રષ્ટિકોણ સાથે તેમની સીએ યાત્રા વધુ સફળ બનાવવામાં મદદરૂપ થશે, તેમ જણાવાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીએ મૌલિક બગડાઇ-ચેરમેન(રાજકોટ બ્રાન્ચ), સીએ ધવલ દોશી- વાઇસ ચેરમેન અને Wicasa ચેરમ, સીએ જયેશ ધનેજા-સેક્રેટરી, સીએ હિરેન રાયચુરા-ટ્રેઝરર, સીએ રાજ મારવાણિયા- ઇમિડિએટ પાસ્ટ ચેરમેન, સીએ વિપુલ દત્તાણી-કમિટી મેમ્બર, સીએ બાદલ સોનપાલ-કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:48 PM IST)










