તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
આઇઓસી પ્લાન્ટના ગેઇટ નજીક ટ્રક ચાલકનું બેભાન થઇ જતાં મૃત્યુ
જામકલ્યાણપુરથી ટ્રક લઇ બાટલા ભરવા આવ્યા'તા

રાજકોટ તા. ૧૩: જામકલ્યાણપુરના ગરબી ચોકમાં રહેતાં જીવાભાઇ દેવાભાઇ ભરવાડ (ઉ.વ.૩૯) સવારે આગીયારેક વાગ્યે રાજકોટના કુવાડવા રોડ સોખડા ચોકડીએ આઇઓસી પ્લાન્ટના ગેઇટ પાસે ખુરશી પર બેઠા બેઠા ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં ચોથા હતાં. તેમને સંતાનમાં સાત દિકરી છે. અહિ તેઓ પોતાના ગામથી ગેસના બાટલા ભરવા માટે ટ્રક લઇને આવ્યા હતાં. હૃદય બેસી જવાથી મૃત્યુ થયાનું જણાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:01 PM IST)










