તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
ફલેટમાં જુગાર રમતાં નિલેષ જોશી સહિત ૮ને પકડી રોકડ કબ્જે કરાઇ
મવડી બાયપાસ સાવન ચોકના એપાર્ટમેન્ટમાં તાલુકા પોલીસનો દરોડો : કુવાડવા પોલીસનો વાછકપર બેડીમાં દરોડોઃ ૩ પત્તા ટીચતા પકડાયાઃ ૪ ભાગી ગયા

રાજકોટ તા. ૧૩: જુગારના વધુ બે દરોડામાં ૧૧ શખ્સો પકડાઇ ગયા હતાં. તાલુકા પોલીસે મવડી બાયપાસ પર સાવન ચોકના એપાર્ટમેન્ટના એક ફલેટમાં દરોડો પાડી ઘરધણી સહિત ૮ને જૂગાર રમતાં પકડી લીધા હતા. જ્યારે કુવાડવા પોલીસે બેડી વાછકપરમાં દરોડો પાડતાં ૩ પકડાઇ ગયા હતાં અને ૪ શખ્સ ભાગી ગયા હતાં.
તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારેકુલદીપસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા સહિતને મળેલી બાતમી પરથી દરોડો પાડી અહિ ભાડેથી રહેતાં નિલેશ પ્રકાશભાઈ જોશી (રહે-ડાયમંડ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૩૦૩), હઠા મોમભાઈ ઠુંગા (રહે-માખાવડ, તા.લોધીકા), હાર્દિક ધીરૂભાઈ ભંડેરી (રહે-શિવ દ્રષ્ટિ સોસાયટી, પ્રમુખ સ્વામી એપાર્ટમેન્ટ), શુભમ કરશનભાઈ સાકરીયા (રહે-મવડી, કણકોટ રોડ, ક્રિસ્ટલ એવન્યુ ફ્લેટ નં-૪૦૧, કળષ્ણ ટાઉનશીપ), સ્મિત વીરજીભાઈ રામાણી (રહે-,માખાવડ. તા. લોધીકા), રાજેશ દુદાભાઈ ભારવડીયા (રહે-કોઠારીયા રોડ, ગોકુલ પાર્કના ગેઇટ પાસે), રિધમ શાંતિલાલ સોરઠીયા (રહે-કોઠારીયા રોડ, ગોકુલ પાર્કના ગેઇટ પાસે), હીરા મોમભાઈ ઠુંગા (રહે-માખાવડ,તા. લોધીકા)ને ઝડપી લઈ તમામ પાસે રહેલી અને પટ્ટમાંથી મળી કુલ રૂ.૧૫,૫૫૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં કુવાડવા પોલીસે બેડી વાછકપર ગામે દરોડો પાડી દાડોદરા પરિવારના સુરાપુરાની ડેરી નજીક જુગાર રમી રહેલા અમરશી કમાભાઈ વઢુકીયા (રહે-વાછકપર બેડી), ભરત અંબાલીભાઈ પંચાલ (રહે-ગીતાસાગર પાર્ક, મોરબી રોડ), શામજી કમાભાઈ વાઢુકીયા (રહે-બેડી વાછકપર)ને ઝડપી લઇ રોકડ ૫૬૭૦ની મત્તા કબ્જે કરી કુવાડવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન અવચર ધરમશીભાઈ ચંદ્રાલા, રામજી કમાભાઈ વઢુકીયા. શંભુ મંછાભાઈ બાબરીયા ત્રણેય (રહે- બેડી વાછકપર), પરસોતમ ધનજીભાઈ રાબડીયા (રહે-હડાળા) ભાગી ગયા હતાં.
(3:01 PM IST)










