હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 13th June 2026
સાંઢિયા પુલ ખાતે “Happy Street” યોજાઇઃ નગરજનો ઉમટી પડ્યા

રાજકોટઃ શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે લોકપ્રિય છે.લોકાર્પણ પૂર્વે એટલે કે ગઇકાલે તા.૧૨ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંઢિયા પુલ, જામનગર રોડ, એરપોર્ટની દિવાલ પાસેના ગાર્ડન ખાતે “Happy Street”નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. "Happy Street" અંતર્ગત વિવિધ વયજૂથના લોકો માટે અનેક આકર્ષક પ્રવળત્તિઓ સામેલ કરવામાં આવી હતી, જેમાં વિવિધ રમતગમત પ્રવળત્તિઓ, ફન એક્ટિવિટીઝ, ફિટનેસ આધારિત કાર્યક્રમો, મ્યુઝિકલ માહોલ અને સામૂહિક મનોરંજનની પ્રવળત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ. બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો સૌ આ કાર્યક્રમ આનંદ અને ઉત્સાહથી જોડાયા હતા.
(3:30 PM IST)










