<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

રાજકોટના ગોંડલ રોડ પરના બાળ સરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગાયબ થતા ખળભળાટ : તંત્રમાં દોડધામ

પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત, ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળ પહોચીને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસના ચક્રો ગતીમાન કર્યા

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાળ સરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગાયબ થઈ ગયા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો ગૃહમાંથી થયા ફરાર થતા તંત્ર હાફળુ ફાંફળુ થઈ ગયુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત, ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળ પહોચીને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. આજુબાજુના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. એક સાથે 11 બાળકો ગાયબ થવાથી સમગ્ર રાજકોટમાં ખળભળાટ મચી ગયો છે.

(6:46 PM IST)