News of Monday, 15th June 2026
રાજકોટના વિકાસમાં જનકભાઈ કોટકનુ પ્રદાન સદૈવ સ્મરણીય રહેશે : જગદીશભાઈ વિશ્વકર્મા
પૂર્વ મેયરે સંગઠનને મજબૂત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે : ભાજપ પ્રદેશ અધ્યક્ષે શોક વ્યક્ત કર્યો

અમદાવાદ તા.૧૫ :ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ભાજપાના વરિષ્ઠ નેતા જનકભાઈ કોટકના દુઃખદ અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શોક સંદેશ પાઠવતા જગદીશભાઈ વિશ્વકર્માએ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી કે દિવ્ય આત્માને શાંતિ મળે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે.
જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, "રાજકોટના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણના કાર્યોમાં શ્રી જનકભાઈ કોટકનું પ્રદાન હંમેશાં સ્મરણીય રહેશે. સંગઠનને મજબૂત કરવામાં અને ભાજપાના વિચારોને ઘર-ઘર સુધી પહોંચાડવામાં તેમણે આપેલું યોગદાન અમૂલ્ય છે. તેમના જેવા સમર્પિત અને સેવાભાવી કાર્યકર્તાને ગુમાવવો એ પક્ષ અને રાજકોટ શહેર માટે મોટી ખોટ છે."
જનકભાઈ કોટકના નિધનથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભાજપ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
(1:11 PM IST)










