<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલાની થરાદ બદલીઃ માનભેર વિદાય

ડીસીપી રાકેશ દેસાઇ અને સમગ્ર ટીમે નવા પોલીસ સ્‍ટેશનમાં ફરજ માટે શુભેચ્‍છાઓ પાઠવી

રાજકોટઃ શહેર એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલાની થરાદ જીલ્લામાં બદલી થતાં તેમને ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ અને સમગ્ર એલસીબી ઝોન-૨ ટીમે માનભેર વિદાય આપી હતી.

 પીએસઆઇ આર. એચ. ઝાલાએ પોતાની ફરજ દરમિયાન ગાંધીગ્રામ, યુનિવર્સિટી, માલવીયાનગર, એ-ડિવીઝનની હદમાં બનતી કોઇપણ મોટી ઘટનાઓમાં તુરત જ આરોપી-ગુનેગારની કડી શોધવા અને ગુનાઓ ડિટેક્‍ટ કરવામાં ખુબ જ મહત્‍વની કામગીરી કરી છે. તેમની કામગીરીની ઉચ્‍ચ અધિકારીઓએ સતત નોંધ લીધી હતી. 

(3:20 PM IST)