તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
શરદી-તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્ટીના ૧૧૯૫ દર્દી
શહેરમાં મેલેરીયાનો એક જ દર્દી તંત્રના ચોપડે નોંધાયો : મનપા દ્વારા ૨૩૦૭૮ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૩૯ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૪૭૮ને નોટીસ

રાજકોટ, તા.૧૫: શહેરમાં શરદી, તાવ, ઉધરસ સહિતના કેસમાં એકાએક ઘટાડો જોવા પામ્યો છે. કેમ કે, સામાન્ય રીતે સપ્તાહમાં ૧૫૦૦થી વધુ કેસ નોંધાતા હોય છે. જયારે છેલ્લા અઠવાડિયામાં ૧૨૦૦ જેટલા દર્દી નોંધાયા છે તેમજ ડેન્ગ્યુનો ૧ કેસ જોવા મળ્યો છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૮ જુનથી ૧૪ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના
૧૧૯૫ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ૪૪૨ તેમજ સામાન્ય તાવના ૫૩૯ અને ઝાડા ઉલ્ટીના કેસ ૨૧૩ તથા તથા કમળાના ૧ સહિત કુલ ૧૧૯૫ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૭,૮૬૭ તેમજ સામાન્ય તાવના ૧૬,૪૫૧ અને ઝાડા ઉલ્ટીના કેસ ૬૧૧૬ તથા ટાઇફોઇડના ૧૮ તેમજ કમળાના ૩૦ કેસ નોંધાયા છે.
મચ્છરજન્યનો ૧ કેસ
શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્છરજન્ય એટલે કે મેલેરીયાનો ૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમા ડેનગ્યુના ૧૭, મેલેરીયાના ૫ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૪૭૮ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૩,૦૭૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૩૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૮૮ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૭૮ લોકોને નોટીસ આપવામાં આવી હતી.(૨.૧૩)
(2:54 PM IST)










